________________
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૬૩ સૌમ્યતા, બહાદુરી વગેરે અનેક ગુણો=ધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તેને આગળ કરીએ છીએ. એ વ્યક્તિ જયારે નિશાળે હોય ત્યારે તેના વિદ્યાર્થીપણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહીએ છીએ. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેની બહાદુરીને આગળ કરીને તેને બહાદુર કહીએ છીએ. જ્યારે તેના સુંદર અભ્યાસ તરફ નજર જાય છે ત્યારે તેને કુશળ કહીએ છીએ. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતા સૌમ્યતા ધર્મને આગળ કરીને તેને સૌમ્ય કહીએ છીએ. આમ એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે સઘળા ગુણો તરફ દૃષ્ટિ નથી કરતા, થઈ શકે પણ નહિ, કિન્તુ પ્રસંગનુસાર તે તે ગુણને=ધર્મને આગળ કરીએ છીએ. વ્યવહારમાં તે તે અપેક્ષાથી તે તે ગુણને=ધર્મને આગળ કરવામાં આવે છે.
જેટલી અપેક્ષાઓ છે તેટલા નાયો છે. અપેક્ષાઓ અનંત છે, માટે નયો પણ અનંત છે. અનંત નયોનોબોધ કરવા આપણે અસમર્થ છીએ. આથી મહાપુરુષોએ સઘળા નયોનો સંક્ષેપથી સાત નયોમાં સમાવેશ કરી આપણી સમક્ષ સાત નો મૂક્યા છે–(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) સાંપ્રત=શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત એ સાત નયો છે.
(૧) નૈગમનય- આ નયની અનેક દષ્ટિઓ છે. ગમ એટલે દષ્ટિ જ્ઞાન. જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહારમાં થતી લોકરૂઢિ આ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે-(૧) સંકલ્પ (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ– સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે-રમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ=નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછ્યું તમે ક્યાં જાવ છો ?' રમણલાલે કહ્યું: “હું મુંબઈ જાઊં છું.” અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ