________________
૬૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ ઔષધને બદલે ઝેર આપી દીધું. ડૉકટર મિત્રના મૃત્યુની રાહ જોઈ રહ્યા. પણ મિત્રના શરીરમાં તે ઝરે અમૃતરૂપ બની ગયું. તેમનો રોગ દૂર થઈ ગયો. આમ ઝેર અમુક પર્યાયોની અપેક્ષાએ ઔષધ=અમૃતરૂપ છે અને અમુક પર્યાયોની અપેક્ષાએ ઝેરરૂપ છે.
ઉપરનાં ચારે ઉદાહરણોમાં અપેક્ષા શબ્દ વપરાયેલો છે. અહીં અપેક્ષા શબ્દનો પ્રયોગ ખાસ જરૂરી છે. વસ્તુમાં તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. અનેકાંતવાદનો મહેલ અપેક્ષાવાદના સ્તંભ ઉપર જ ટકી રહ્યો છે. આથી જ અનેકાંતવાદને સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. આ િશબ્દનો અર્થ અપેક્ષા છે. અપેક્ષા એટલે નય. નયનો અર્થ અપેક્ષા છે. અનેકાંતવાદ અને નય વચ્ચે અંગગીભાવ છે. અનેકાંતવાદ અંગી છે, નયો તેના અંગો છે. જેનાથી વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનો બોધ થાય તે નય, અને જેનાથી પરસ્પર વિરુદ્ધ ભાસતા અનેક ધર્મોનો બોધ થાય તે અનેકાંતવાદ.
અનેકાંતવાદને જો મહેલ કહીએ તો નયો તેના પાયા છે. નયોના પાયા ઉપર જ અનેકાંતવાદનો મહેલ રચાયેલો છે. નયો વિના અનેકાંતવાદ ન ટકી શકે. અનેકાંતવાદના સાહિત્યને સમજવા માટે નયોનો બોધ જરૂરી છે. કારણ કે નયો તેનું વ્યાકરણ છે. સંસ્કૃત આદિ ભાષાને જાણવા તેનું વ્યાકરણ જાણવું જરૂરી છે. જેમ કે તે ભાષાના વ્યાકરણ વિના તે તે ભાષા સમજી ન શકાય તેમ નયોરૂપ વ્યાકરણ વિના અનેકાંતવાદ ન સમજી શકાય. અનેકાંતવાદ એ ગૂઢ રહસ્યોરૂપી નિધાનથી ભરેલાં શાસ્ત્રોરૂપ મંદિરનું તાળું છે, અને નયો એ તાળાને ખોલવાની ચાવી છે. અનેકાંતવાદ સાધ્ય છે, નયો તેનું સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન થાય. સાધ્ય વિના સાધન નકામા છે. આથી અનેકાંતવાદ અને નયવાદ એ બંને એકબીજાના પૂરક છે. આથી અનેકાંતવાદને સમજવા નયવાદના બોધની પણ જરૂર છે.
ઉપર આપણે જોઈ ગયા કે નય એટલે અપેક્ષા. આપણો સઘળો વ્યવહાર અપેક્ષાથી=નયથી ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, કુશળતા,