________________
અ૦૧ સૂ૦ ૩૪-૩૫) શ્રીતત્ત્વાથધિગમસૂત્ર નિર્બળતા ધર્મપણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણીઓની અપેક્ષાએ બળ ધર્મ છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે.
સંસ્કૃત આદિ અનેક ભાષાઓમાં વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરને જયારે ખેતી કરવા અંગેના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેને માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત આદિ ભાષાઓમાં વિદ્વાન હોવા છતાં ખેતીના વિષયમાં તો તે મૂર્ખ જ છે. એ જ પ્રમાણે ખેતીને સારી રીતે જાણનાર ખેડૂત ભાષાના વિષયમાં મૂર્ખ હોવા છતાં ખેતીના વિષયમાં વિદ્વાન=કુશળ છે. પ્રોફેસર ભાષાજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે અને ખેતીજ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે. જે ન સમજે તે મૂર્ખ અને જે સારી રીતે સમજે તે વિદ્વાન. ખેડૂત ભાષા વિશે કાંઈ જ સમજતો નથી છતાં ખેતી વિશે સારું સમજે છે, આથી ખેડૂત ભાષાજ્ઞાનની અપેક્ષાએ મુર્ખ છે અને ખેતીજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે.
એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. મને એક માનવનો અનુભવ છે કે તે દિવસે કોઈનાથી ડરે નહિ, પણ રાતે તે બહુ જ ડરે. આથી તે રાતે કદી એકલો ક્યાંય જાય નહિ. કહો, તે વ્યક્તિમાં પરસ્પર વિરોધી દેખાતા નિર્ભયતા અને ભીરુતા એ બે ધર્મો છે કે નહિ? તે વ્યક્તિમાં દિવસની અપેક્ષાએ નિર્ભયતા ધર્મ છે અને રાત્રિની અપેક્ષાએ ભીરુતા ધર્મ છે.
- જ્યારે આપણને ઝેરની સ્મૃતિ થાય કે ઝેરને જોઈએ ત્યારે ઝેર એટલે જીવનનો અંત લાવનાર વસ્તુ એવો આપણને ખ્યાલ આવે છે. પણ જો આપણે ઝેર અંગે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ઝેર નૂતન જીવનની ભેટ આપે છે એમ પણ ખ્યાલ આવશે. ઝેરમાં જેમ જીવનનો અંત લાવવાનો ધર્મ છે તેમ નૂતન જીવન અર્પણ કરવાનો પણ ધર્મ છે. આથી જ અનેક ઔષધોમાં ઝેરનું મિશ્રણ થાય છે. ઝેરમાં અમુક રોગોને નાબૂદ કરવાની પણ શક્તિ હોય છે.
તમે માનો કે ન માનો પણ એક સત્ય ઘટના છે. એક શહેરમાં એક ડૉક્ટરના મિત્ર બીમાર થયા. ડૉકટરે તેમની સારવાર શરૂ કરી. મિત્રના કુટુંબમાં કોઈ ન હતું. મિત્ર એકલો જ હતો. મિત્રની મિલકત પણ ઠીક ઠીક હતી. ડૉકટરની સેવાથી ખુશ થયેલા મિત્રે ડૉકટરને કહી દીધું કે મારા મૃત્યુ બાદ મારી બધી મિલકત તમને મળે એ માટે તમારા નામનું વિલ કરી લઈએ. વિલ ડૉકટરના નામનું થઈ ગયા બાદ ડૉકટરની દાનત બગડી. તેણે મિત્રને