________________
FO
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ નિર્બળતા અને બળ એ બંને ધર્મો પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલા હોય છે. એક જ વ્યક્તિ વિદ્વાન પણ હોય છે અને મૂર્ખ પણ હોય છે. એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકસાનકારક પણ હોય છે.
આમ પ્રત્યેક વસ્તુમાં પરસ્પરવિરોધી ધર્મો રહેલા હોય છે. આ સાંભળીને કેટલાકને આશ્ચર્ય કે શંકા થાય કે આ શી રીતે સંભવે? શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ એક સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. આ સિદ્ધાંત છે અનેકાંતવાદ.
અનેકાંતવાદ કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે તમને પરસ્પર વિરોધી ભાસે છે, તે ધર્મો પરસ્પર વિરોધી છે જ નહિ. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલા નિર્બળતા અને બળ વગેરે ધર્મો તમને પરસ્પર વિરુદ્ધ લાગે છે તે તમારી ભ્રમણા છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. કોઈ પણ ધર્મોમાં અપેક્ષાભેદથી વિરોધ છે જ નહિ.
અનેકાંત શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. કન, અને અન્ન એ ત્રણ શબ્દોથી અનેકાન્ત શબ્દ બન્યો છે. સન્ શબ્દનો અર્થનિષેધ(નહિ) એવો થાય છે. 6 એટલે એક. અન્ન એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહિ તે કાન્ત. કોઈપણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી, પરંતુ અનેક ધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તેમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે તેવા પણ ધર્મો હોય છે, પણ અનેકાંતવાદ અપેક્ષાભેદથી તેમાં અવિરોધ છે એમ સિદ્ધ કરી આપે છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મોમાં અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાંત.
જ્યારે કોઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ? તો તમે તુરત કહેશો કે હાથી બળવાન હોય છે. એટલે કે હાથીમાં બળ ધર્મ હોય છે. બળવાન હાથી પણ સિંહના પંજામાં સપડાય છે ત્યારે તે કેવો માયકાંગલોઓશિયાળો બની જાય છે! આથી હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હોત તો સિંહને દૂર ફેંકી દેત. એટલે કે હાથીમાં