________________
અ૦ ૧ સૂ૦૩૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
પ્રશ્ન- તો એનો બોધ યથાર્થ જ હોય એવો નિયમ ક્યાં રહ્યો ?
ઉત્તર- અહીં યથાર્થ બોધનો અર્થ પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ નથી, કિંતુ અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ છે. પ્રમાણશાસ્ત્રની દષ્ટિએ જ્ઞાનનો વિષય યથાર્થ હોય તો યથાર્થ બોધ અને અયથાર્થ હોય તો અયથાર્થ બોધ એવો અર્થ છે. દોરડામાં દોરડાનું જ્ઞાન યથાર્થબોધ છે. કારણ કે તેનો વિષય યથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં છે. દોરડામાં સર્પનું જ્ઞાન અયથાર્થબોધ છે. કારણ કે તેનો વિષય અયથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં નથી. વજનદાર પીળી ધાતુમાં આ સોનું છે કે પિત્તળ છે એવો સંશય પણ અયથાર્થ બોધ છે. પ્રમાણશાસ્ત્ર પ્રસિદ્ધ આવો (વિપરીત બોધ વગેરે) અયથાર્થ બોધ સમ્યગ્દષ્ટિમાં પણ હોય છે. પણ અહીંતે વિવક્ષિત નથી. આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીંયથાર્થબોધનો “જે બોધ આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને તે યથાર્થબોધ” આવો અર્થ વિવક્ષિત છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને છે.
મિથ્યાદષ્ટિનું જ્ઞાન તેવું નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનનો ઉપયોગ મુખ્યતયા આત્મોન્નતિમાં કરે છે, જ્યારે મિથ્યાદૃષ્ટિ પુદ્ગલપોષણમાં કરે છે. આથી જ મિથ્યાદષ્ટિનું લૌકિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાનું ગણાતું જ્ઞાન પણ અજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ છે. મિથ્યાષ્ટિનું ભૌતિક જ્ઞાન તો અજ્ઞાન રૂપ છે, કિંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. સમ્યગ્દષ્ટિમાં આનાથી ઊલટું છે. તેનું આધ્યાત્મિક જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે, કિંતુ ભૌતિક જ્ઞાન પણ હેયોપાદેયના વિવેકવાળું હોવાથી જ્ઞાનરૂપ (સમ્યજ્ઞાન) છે.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને જેમ ભૌતિક વિષયમાં સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય, તેમ આધ્યાત્મિક વિષયમાં પણ થાય કે નહિ?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને આધ્યાત્મિક વિષયમાં પણ પોતાની અલ્પમતિ આદિના કારણે કે ઉપદેશકની ભૂલથી સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય એવું બને. પણ તેમાં સમ્યગ્દર્શન ગુણના પ્રભાવથી આધ્યાત્મિક વિકાસના પાયા રૂપ સત્યજિજ્ઞાસા, સત્યસ્વીકાર વગેરે ગુણો હોય છે. આથી તે પોતાથી વિશેષ જાણકારોની પાસે સત્ય સમજવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાની ભૂલ સમજાઈ જાય તો તરત તેને સુધારી લે છે અને સત્યનો સ્વીકાર કરે છે. હવે એવું પણ બને કે કોઈ વિષયમાં પોતાની મતિમંદતાના કારણે સત્ય શું છે