________________
૫૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૧ સૂ૦ ૩૨ શકતો નથી, પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ બારી-બારણા હોવાથી તે દ્વારા થોડો પ્રકાશ આવે છે. પણ જ્યારે સર્વથા આવરણ ખસી જાય છે ત્યારે જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણારૂપ ક્ષયોપશમનો અભાવ થવાથી મતિ આદિ ચાર જ્ઞાનનો પણ સર્વથા અભાવ થાય છે.
બીજ મતે કેવળજ્ઞાન સમયે ચાર જ્ઞાનનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ કાર્યરૂપે અભાવ થાય છે. શક્તિરૂપે ચાર જ્ઞાન હોય છે, પણ સૂર્યના ઉદયથી ગ્રહ, નક્ષત્ર આદિ જેમ અભિભૂત બની જાય છે તેમ કેવળજ્ઞાન સમયે અન્ય ચારે જ્ઞાન અભિભૂત બની જવાથી પોતાનું કાર્ય કરી શકતાં નથી. (૩૧)
પ્રથમનાં ત્રણ જ્ઞાનમાં વિપરીતતા(=અજ્ઞાનતા)મતિ-શ્રાવિયવો વિપર્યય | ૨-૩૨ છે. પ્રથમનાં ત્રણ જ્ઞાન વિપરીત એટલે કે અજ્ઞાન પણ હોય છે. પ્રશ્ન– જ્ઞાન અજ્ઞાન શી રીતે હોઈ શકે? શું પ્રકાશ અંધકારરૂપ હોય?
ઉત્તર– અહીં જ્ઞાન-અજ્ઞાનની વિવલા આધ્યાત્મિક દૃષ્ટિએ છે. આથી અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નહિ, પરંતુ વિપરીત જ્ઞાન છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત બોધ થાય તે બાહ્યદષ્ટિએ જ્ઞાન હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રયોજન યથાર્થ બોધ કરવો એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રયોજન સિદ્ધ ન થતું હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ વિપરીત જ્ઞાન એ અજ્ઞાન જ છે.
- જ્યારે મિથ્યાત્વ મોહનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો જ નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદષ્ટિનાં મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ છે.
મિથ્યાત્વ મોહનો નાશ થતાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવનું મતિ આદિ જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે.
પ્રશ્ન- શું સમ્યગ્દષ્ટિને કોઇ વિષયમાં સંશય કે વિપરીત બોધ ન થાય?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને પણ કોઈ વિષયમાં સંશય કે વિપરીત બોધ થઈ જાય એ સુસંભવિત છે.