________________
૭૬
ગાથા-શબ્દાર્થ
સમિતિઓમાં ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર (પારિષ્ઠાપનિકા) સમિતિ છે. તેવી જ રીતે ગુપ્તિમાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. (૨૬) ખુહા પિવાસા સી ઉલ્ટું, દંસા ચેલારઇન્થિઓ । ચરિઆ નિસીહિયા સિજ્જા, અલ્કોસ વહ જાયણા ॥૨૭॥
અલાભ રોગ તણફાસા, મલ સકાર પરિસહા । પન્ના અનાણ સમ્માં, ઇઅ બાવીસ પરિસહા ||૨૮॥ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષધિકી (સ્થાન), શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યક્ત્વ એમ બાવીશ પરિષહો છે. (૨૭, ૨૮)
ખંતી મદ્દવ અજ્જવ, મુત્તી તવ સંજમે અ બોધવે ।
સચ્ચ સોઅં આકિંચણં ચ બંબં ચ જઇધમ્મો ॥૨૯॥
ક્ષમા, મૃદુતા, આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય શૌચ (પવિત્રતા), અકિંચનપણું અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારે યતિધર્મ છે. (૨૯)
પઢમ-મણિચ્ચ-મસરણું, સંસારો એગયા ય અન્નત્ત 1 અસુઇત્તે આસવ, સંવરો ય તહ નિજ્જરા નવમી ||૩૦|| લોગસહાવો બોહી-દુલ્લહા ધમ્મસ સાહગા અરિહા । એઆઓ ભાવણાઓ, ભાવેઅવ્વા પયત્તેણં ||૩૧|| પ્રથમ અનિત્ય (પછી) અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર તથા નવમી નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ, ધર્મના સાધક અરિહંતો (ધર્મભાવના) આ (બાર) ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી જોઈએ. (૩૦, ૩૧)
સામાઇઅત્ય પઢમં, છેઓવઢાવણ ભવે બીયં 1 પરિહારવિસુદ્ધીઅં, સુહુમં તહ સંપરાય ચ ||૩||