________________
ગાથા-શબ્દાર્થ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ
છે. (૫)
૭૨
આહાર સરીરિંદિય, પજ્જત્તી આણપાણ-ભાસ-મણે । ચઉ પંચ પંચ છપ્પિય, ઇગ-વિગલાડસન્નિ-સન્નીણું ||૬|I આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન - આ છ પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયને ક્રમશઃ ૪, ૫, ૫ અને ૬ પર્યાપ્તિઓ હોય છે. (૬)
પણિંદિઅ તિબલૂસાસાઊ, દસ પાણ ચઉ છ સગ અટ્ટ | ઇગ-દુ-તિ-ચઉરિંદીણં, અસન્નિ-સન્નીણ નવ દસ ય llll પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો છે, તેમાંથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને ચાર, છ, સાત, આઠ ક્રમશઃ હોય છે અને અસંશી (પંચેન્દ્રિય) અને સંશીને નવ અને દશ હોય છે. (૭)
અજીવતત્ત્વ
ધમ્મા-ધમ્માડડગાસા, તિય તિય ભેયા તહેવ અદ્ધા ય 1 ખંધા દેસ પએસા, પરમાણુ અજીવ ચઉદસહા IIII ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદ છે. તથા કાળ (૧ ભેદ) તેમજ (પુદ્ગલાસ્તિકાયના) સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (૪ ભેદ), એમ કુલ ચૌદ ભેદ અજીવતત્ત્વના છે. (૮)
ધમ્મા-ધમ્મા પુગ્ગલ, નહ કાલો પંચ કુંતિ અજીવા ચલણસહાવો ધમ્મો, થિરસંઠાણો અહમ્મો ય IIIા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાળ આ પાંચ અજીવ છે. જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયક ધર્માસ્તિકાય છે. તથા સ્થિર રહેવામાં સહાયક અધર્માસ્તિકાય છે. (૯)