________________
ગાથા-શબ્દાર્થ
અવગાહો આગાસ, પુગ્ગલ-જીવાણ પુગ્ગલા ચઉહા । ખંધા દેસ પએસા, પરમાણુ ચેવ નાયવ્વા ॥૧૦॥ આકાશ (જીવ અને પુદ્ગલને) અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળું છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ ચાર પ્રકારે પુદ્ગલો જાણવા. (૧૦)
૭૩
સધયાર ઉજ્જોઅ, પભા છાયાતવેહિ અ ।
વર્ણી ગંધ રસા ફાસા, પુગ્ગલાણં તુ લક્ષ્મણું ||૧૧|| શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ પુદ્ગલો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ વળી પુદ્ગલોનું લક્ષણ છે.
એગા કોડિ સત્તસટ્ટી, લક્ષ્ા સતહત્તરી સહસ્સા ય। દો ય સયા સોલહિઆ, આવલિઆ ઇગમુહુત્તમ્મિ ૧૨॥ એક મુહૂર્તમાં એક ક્રોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસો ને સોળ આવલિકા હોય છે. (૧૨)
સમયાવલી મુહુવા, દીહા પક્ષ્ા ય માસ રિસા ય I ભણિઓ પલિઆ સાગર, ઉસ્સપ્પિણિ-સર્પિણી કાલો ||૧૩|| સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી એ કાળ છે. (૧૩)
પરિણામિ જીવ મુર્ત્ત, સપએસા એગ ખિત્ત કિરિઆ ય ।
ણિચ્ચું કારણ કત્તા, સવ્વગય ઇયર અપ્પવેસે ॥૧૪॥ પરિણામી, જીવ, મૂર્ત, સપ્રદેશી, એક ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા, સર્વવ્યાપી, ઇતર અપ્રવેશી (વગેરે છ દ્રવ્ય વિષે વિચારવું). (૧૪)
પુણ્યતત્ત્વ
સા ઉચ્ચગોઅ મણુદુગ, સુરદુગ પંચિંદિજાઇ પણદેહા । આઇતિતણુવંગા, આઇમ-સંઘયણ-સંઠાણા ॥૧૫॥