________________
નિરંતર કેટલા સિદ્ધ થાય?
| | એક સમયે વધુમાં વધુ ૧૦૮ જીવો મોક્ષે જાય | ૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. પ્રશ્ન :- અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષમાં ગયા છે?
ઉત્તર :- અત્યાર સુધીમાં એક નિગોદમાં જેટલા જીવો છે તેના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષમાં ગયા છે. ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે કેવળજ્ઞાની ભગવંતોને કોઈ પુછશે કે કેટલા જીવો મોક્ષમાં ગયા છે? ત્યારે કેવળજ્ઞાની ભગવંતોનો એ જ ઉત્તર હશે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો છે.
જીવાદિ નવતત્ત્વોને જાણે તેનામાં સમ્યકત્વ હોય છે, ન જાણે છતાં જેને નવતત્ત્વમાં શ્રદ્ધા હોય તેનામાં પણ સમ્યકત્વ અવશ્ય હોય છે.
જિનેશ્વર ભગવંતોએ કહેલા કોઈપણ વચનો ક્યારે પણ અસત્ય હોય જ નહિ એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેનું સમકિત નિશ્ચલ (દઢ) જાણવું.
અંતમુહૂર્ત માત્ર પણ સભ્યત્વ જે જીવને પ્રાપ્ત થાય છે, તે અર્ધપુગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. અર્થાત્ તેટલા કાળમાં અવશ્ય મોક્ષે જાય.
નવતત્ત્વના પદાર્થ સંપૂર્ણ આ આખા ગ્રંથમાં છદ્મસ્થપણાદિના કારણે શ્રી જિનવચન વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ “મિચ્છામિ દુક્કડમ્' દઉં છું.