________________
બંધતત્ત્વ
અર્થ, વ્યંજન (શબ્દ) અને યોગની પરાવૃત્તિવાળું ધ્યાન તે પૃથવિતર્ક સવિચાર.
(૨) પૂર્વધર મહર્ષિને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિ વિનાનું અભેદપ્રધાન ચિંતન તે એકત્વ વિતર્ક અવિચાર.
(૩) કેવળજ્ઞાની ભગવંતને મન, વચનના યોગનો તથા શ્વાસોચ્છ્વાસનો નિરોધ થયા પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરતા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન હોય.
(૪) મન, વચન, કાયાના યોગથી રહિત કેવળજ્ઞાની ભગવંતને શૈલેશી અવસ્થામાં વ્યુપરતક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય.
આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે. રૌદ્રધ્યાનથી નરકગતિ મળે.
ધર્મધ્યાનથી દેવગતિ મળે. શુક્લધ્યાનથી મોક્ષ મળે.
૬૩
(૬) કાયોત્સર્ગ :- કાયા વગેરેના વ્યાપારનો ત્યાગ કરીને અમુક નિશ્ચિત પ્રમાણના ધ્યાનમાં રહેવું તે.
(૮) બંધ તત્ત્વ
બંધ :- પ્રતિસમય દરેક સંસારી જીવ મિથ્યાત્વાદિ હેતુઓ વડે જે અવગાહનામાં પોતે રહેલો છે ત્યાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્મા સાથે ક્ષીરનીરવત્ અથવા લોહઅગ્નિવત્ એકમેક કરે છે. આ ક્રિયાને કર્મબંધ કહેવાય છે. આત્માની સાથે એકમેક થયેલા કાર્પણ પુદ્ગલોને કર્મ કહેવાય છે.
કર્મબંધના ચાર પ્રકાર છે.
(૧) પ્રકૃતિબંધ
-
કર્મબંધ વખતે કોઈ કર્મ જ્ઞાન ગુણને ઢાંકે,