________________
६४
૪ પ્રકારનો બંધ કોઈ સુખ આપે, કોઈ ઊંચા કુળમાં જન્મ આપે વગેરે કર્મનો જે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ.
(૨) સ્થિતિબંધ :- કર્મ બાંધતી વખતે તે કર્મને આત્માની જોડે રહેવાનો જે કાળ નક્કી થાય તે સ્થિતિબંધ.
(૩) રસબંધ - કર્મ બાંધતી વખતે તેની તીવ્ર કે મંદ ફળ આપવાની જે શક્તિ નક્કી થાય છે તે રસબંધ.
(૪) પ્રદેશબંધ :- કર્મના દળની સંખ્યા તે પ્રદેશ. કર્મ બાંધતી વખતે જેટલા પ્રમાણમાં કર્મના દળિયા (પ્રદેશો) ગ્રહણ થાય છે તે પ્રદેશબંધ.
મોદકનું દષ્ટાંત જેમ કોઈ મોદકનો વાયુ દૂર કરવાનો, કોઈનો પિત્ત દૂર કરવાનો વગેરે સ્વભાવ હોય, તેવી રીતે કર્મ બાંધતી વખતે તેનામાં જ્ઞાન ગુણ ઢાંકવાનો, સુખ ઉપજાવવાનો વગેરે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ.
કોઈ લાડવો દશ દિવસ ટકે, કોઈ પંદર દિવસ રહે, તેમ કર્મ બાંધતી વખતે તે કર્મ અમુક કાળ સુધી આત્મા જોડે રહેશે તેવું નક્કી થવું તે સ્થિતિબંધ.
કોઈ મોદક અત્યંત ગળપણવાળો હોય, કોઈ અલ્પ ગળપણવાળો હોય, તેમ કોઈ કર્મ અત્યંત તીવ્ર ફળ આપે, કોઈ કર્મ મંદ ફળ આપે, તેવું કર્મ બાંધતી વખતે નક્કી થવું તે રસબંધ.
કોઈ મોદક અલ્પ દળવાળો હોય, કોઈ વધારે દળવાળો હોય, તેમ કર્મ બાંધતી વખતે કર્મના દળનો સમૂહ જે ગ્રહણ થાય છે તે પ્રદેશબંધ.
પ્રિકૃતિબંધ) કર્મની મૂળ ૮ પ્રકૃતિ છે. તથા તેના ઉત્તરભેદ ૧૫૮ છે.