________________
અત્યંતર તપ
પૃચ્છના - શંકા પડે તો પુછવું. પરાવર્તના - પાઠ કરવો, આવૃત્તિ કરવી. અનુપ્રેક્ષા - અર્થનું ચિંતન કરવું. ધર્મકથા - ધર્મનો ઉપદેશ આપવો.
(૫) ધ્યાન :- યોગની એકાગ્રતા તથા યોગ નિરોધ. ધ્યાન ચાર પ્રકારના છે :
(૧) આર્તધ્યાન. (૨) રૌદ્રધ્યાન.
(૩) ધર્મધ્યાન. (૪) શુકલધ્યાન. (૧) આર્તધ્યાન ચાર પ્રકારે છે :
(૧) ઈષ્ટ વિયોગની ચિંતા (૨) અનિષ્ટ સંયોગની ચિંતા
(૩) રોગની ચિંતા (૪) તપના ફળનું નિયાળું કરવું (૨) રૌદ્રધ્યાન ચાર પ્રકારે છે :
(૧) જીવોની હિંસાનું તીવ્ર ચિંતન. (૨) ગાઢ અસત્યની વિચારણા. (૩) ચોરીનું તીવ્ર ચિંતન. (૪) પરિગ્રહના રક્ષણની તીવ્ર ચિંતા.
(આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસાર વધારનાર છે. તેથી નિર્જરાતત્ત્વમાં એનો સમાવેશ નથી. માત્ર તેના સ્વરૂપને જાણવા અત્રે બતાવેલ છે.) (૩) ધર્મધ્યાન ચાર પ્રકારે :
(૧) ભગવાનની આજ્ઞાની વિચારણા તે આજ્ઞાવિચય. (૨) કર્મના ફળની વિચારણા તે વિપાકવિચય. (૩) વિષયો, કષાયો વગેરેના નુકસાનની વિચારણા તે અપાયરિચય.
(૪) ચૌદ રાજલોકના સ્વરૂપની વિચારણા તે સંસ્થાનવિચય. (૪) શુકલધ્યાન ચાર પ્રકારે :
(૧) પૂર્વધર મહર્ષિને પૂર્વશ્રુતના આધારે જુદા જુદા દ્રવ્ય-પર્યાયોનું