________________
૬૧
બાહ્ય-અત્યંતર તપ
ભાવથી -રડતુ બાળક, ગુસ્સે થયેલો માણસ, દીક્ષાર્થિ વગેરે વહોરાવે તો વહોરવું અને વાપરવું.
(૪) રસત્યાગ:- વિગઈઓનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઈ (તળેલું) આ છ વિગઈ કહેવાય છે, અને મધ, માંસ, માખણ, મદિરા (દારૂ) આ ચાર મહાવિગઈ કહેવાય છે. મહાવિગઈઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને બાકીની છ વિગઈઓનો શક્ય તેટલો ત્યાગ કરવો જોઈએ.
(૫) કાયફલેશ :- શરીરને વિવેકપૂર્વક કષ્ટ આપવું, લોચ કરવો, વિહાર કરવો, આતાપના લેવી વગેરે.
(૬) સંલીનતા - ઈન્દ્રિયોને અશુભ માર્ગથી રોકવી, કષાયો તથા મન-વચન-કાયાના અશુભ યોગોને રોકવા, ખરાબ સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું.
આ તપ લોકો જાણી શકે તેવો તપ છે. તથા બાહ્ય શરીર, ઈન્દ્રિયોને અસર કરે છે. તેથી બાહ્ય તપ કહેવાય.
અત્યંતર તપ : ૬ પ્રકારે | (૧) પ્રાયશ્ચિત - જે અતિચાર કે દોષો લાગી ગયા હોય તે ગુરુ પાસે પ્રગટ કરી તેનો દંડ લેવો અને તે વહન કરી આપવો.
(૨) વિનય :- જ્ઞાન-જ્ઞાની, દર્શન-દર્શની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, રત્નાધિક વગેરેની ભક્તિ, બહુમાન, સત્કાર, સન્માન તથા અનાશાતના કરવી.
(૩) વૈયાવચ્ચ :- આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, તપસ્વી, સાધર્મિક, કુલ, ગણ (સમુદાય), સંઘ, શૈક્ષક (નવ દીક્ષિત)ની આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરેથી ભક્તિ કરવી.
(૪) સ્વાધ્યાય :- પાંચ પ્રકારે વાચના - ભણવું-ભણાવવું.