________________
૫૪
૨૨ પરિષહ
પરિષહ ૨૨
કર્મની નિર્જરા માટે સંયમ માર્ગનો ત્યાગ કર્યા વિના સમતાપૂર્વક સહન કરવા યોગ્ય તે પરિષહ કહેવાય છે. તેવા બાવીશ પરિષહો છે. પરિષહને સાંભળી, જાણી અને અભ્યાસથી જીતી લેવા જોઈએ, પણ સંયમનો નાશ થવા ન દેવો.
(૧) ક્ષુધા :- ભૂખને સહન કરવી, પણ દોષિત આહારને ગ્રહણ કરવો નહિ. તથા મનમાં આર્તધ્યાન ન કરવું.
(૨) તૃષા તરસને સહન કરવી, પણ સચિત્ત પાણી કે મિશ્ર પાણીનો ઉપયોગ કરવો નહીં.
(૩) શીત :- ઠંડી સહન કરવી, પણ અકલ્પ્ય વસ્ત્રાદિ કે અગ્નિની ઈચ્છા કરવી નહીં.
(૪) ઉષ્ણ :- ઉનાળામાં ગરમીમાં ચાલવા છતાં છત્રીની, સ્નાન વિલેપનની કે શરીર ઉપર પાણીના ટીપા નાંખવાની ઈચ્છા ન કરવી.
(૫) દેશ ઃ- મચ્છર, જુ, માંકડ, ડાંસ વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરવી. તેમને મારવા નહીં, તેમજ દ્વેષ ન કરવો.
(૬) અચેલ :- વસ્ત્ર ન મળે, અથવા જીર્ણ મળે તો પણ દીનતા ન કરે. તેમજ બહુ મૂલ્યવાન વસ્ત્રોની ઈચ્છા ન કરવી, પણ જીર્ણ વસ્ર ધારણ કરવા.
(૭) અરતિ :- સંયમમાં પ્રતિકૂળતાદિ આવે ત્યારે કંટાળો ન કરવો. પણ શુભ ભાવના ભાવવી તેમજ સંયમ છોડવા ઈચ્છા ન કરવી.
(c) zail :- સ્ત્રી સંયમમાર્ગમાં વિઘ્નકર્તા છે. તેથી તેના ઉપર રાગપૂર્વક દૃષ્ટિ પણ કરવી નહિ. તથા તેના અંગોપાંગ જોવા નહીં. તેનું ધ્યાન કરવું નહીં અને સ્ત્રીને આધીન થવું નહીં.