________________
સમિતિ-ગુપ્તિ
૫૩ સાવધ વચન :- જેમાં હિંસાદિ પાપો લાગે તેવા વચન. જેવા કે આદેશના વચનો, આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, ચોક્કસ જકારપૂર્વકના વચનો.
માટે સાધુએ આદેશના વચનો તેમજ નિશ્ચયાત્મક વચનો ન બોલવા. પ્રાયઃ, વર્તમાન-જોગ, ક્ષેત્ર-સ્પર્શના વગેરે વચનો કહેવા.
(૩) એષણાસમિતિ:- શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ ૪૨ દોષોથી રહિત આહાર ગ્રહણ કરવો તે.
(૪) આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ - વસ્ત્ર-પાત્રાદિ કાંઈ વસ્તુ લેતાં મૂકતા જોવું તથા પ્રમાર્જવું. તેવી જ રીતે આસન, સંથારો વગેરે પાથરતાં જમીન પર જોવું અને રજોહરણથી પ્રમાર્જવું (પુંજવું).
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ :- મળ-મૂત્ર, કફ, બળવો, થુંક, અશુદ્ધ, આહાર, નિરુપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવ રહિત જગ્યાએ પરઠવવું.
ગુપ્તિ :- ૩ (૧) મનોગુપ્તિ - મનને અશુભ વિચારથી અટકાવવું અને શુભ વિચારમાં પ્રવર્તાવવું.
(૨) વચનગુપ્તિ - સાવદ્ય વચનથી અટકવું અને નિરવદ્ય વચનમાં મુહપત્તિના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે.
(૩) કાયગુપ્તિ - કાયાને સાવદ્યથી રોકવી અને નિરવદ્યમાં પ્રવર્તાવવી.
સમિતિ પ્રવૃત્તિ રૂપ છે અને ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રૂપ છે. તેથી સમિતિમાં ગુપ્તિ નિયમા હોય, જ્યારે ગુપ્તિમાં સમિતિ વિકલ્પ હોય.