________________
૨૨ પરિષદ
૫૫ (૯) ચય - એક સ્થાને સદાકાળ ન રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો. વિહારમાં કંટાળવું નહીં.
(૧૦) નૈષેલિકી સ્થાન :- શૂન્યગૃહ, શ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું, અથવા સ્ત્રી, નપુંસક, પશુ, આદિ રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા છતાં ઉદ્વેગ ન કરવો.
(૧૧) શય્યા - ઊંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા (સંથારાની જગ્યા) મળવાથી ઉગ ન કરવો. અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરવો.
(૧૨) આક્રોશ :- કોઈ તિરસ્કાર કરે તો તેના ઉપર દ્વેષ ન કરવો. પણ તેને ઉપકારી માનવો.
(૧૩) વધઃ- કોઈ હણી નાંખે, મારી નાખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, તેમજ મનમાં ખરાબ વિચાર ન કરવા.
(૧૪) યાચના :- ગોચરી, પાણી, વસ્ત્રાદિની યાચનામાં લજ્જા ન
રાખવી.
(૧૫) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે એમ વિચારી ઉગ ન કરવો.
(૧૬) રોગ - રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ શાસ્ત્રવિધિ મુજબ નિર્દોષ ઉપચારો કરે અને રોગ દૂર ન થાય તો પણ ધીરજ રાખી પોતાના કર્મના ઉદયને વિચારે.
(૧૦) તૃણ :- તૃણ, ડાભનો સંથારો હોય અને તેની અણીઓ શરીરમાં વાગે અથવા વસ્ત્રનો સંથારો કર્કશ હોવાને કારણે ખેંચે તો પણ ઉગ ન કરતાં સહન કરવું.
(૧૮) મલ - શરીર, કપડાં વગેરે મલિન હોય તો પણ દુર્ગચ્છા ન કરે અને તે દૂર કરવાનો પ્રયત્ન ન કરે. ' (૧૯) સત્કાર :- લોકમાં માન, સત્કાર મળે તેથી આનંદ ન પામવું તથા ન મળે તો ઉદ્વેગ ન કરવો.