________________
પુણ્યતત્ત્વ
૪૭
(૨) જીવ - જીવ દ્રવ્ય જીવ છે. બાકીના પાંચ અજીવ છે.
(૩) રૂપી :- જેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે. પુદ્ગલ રૂપી છે. બાકીના પાંચ અરૂપી છે.
(૪) સપ્રદેશી :- (પ્રદેશવાળા) કાળ અપ્રદેશી છે. બાકીના પાંચ સપ્રદેશ છે.
(૫) એક - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એક છે. બાકીના ત્રણ દ્રવ્ય અનેક છે.
(૬) ક્ષેત્ર :- આકાશ ક્ષેત્ર છે. બાકીના પાંચ દ્રવ્ય ક્ષેત્રી (ક્ષેત્રમાં રહેનાર) છે. ક્ષેત્ર = રાખનાર, ક્ષેત્રી = રહેનાર.
(૭) ક્રિયાવંત - જીવ અને પુગલ ક્રિયાવંત છે. બાકીના અક્રિય છે. ક્રિયાવંત = ગમન આદિ ક્રિયા કરનાર, અક્રિયાવંત = સ્થિર.
(૮) નિત્ય - જીવ અને પુગલ એ અનિત્ય છે. બાકીના ચાર નિત્ય છે. નિત્ય = જેમાં ફેરફાર થાય નહિ તે. અનિત્ય = જેમાં ફેરફાર થાય તે.
(૯) કારણ - જીવદ્રવ્ય અકારણ છે. બાકીના પાંચ દ્રવ્ય કારણ છે. જે દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં નિમિત્ત થાય છે કારણ.
(૧૦) કત :- જીવદ્રવ્ય કર્તા છે. બાકીના પાંચ અકર્તા છે. (૧૧) સર્વવ્યાપી :- આકાશ સર્વવ્યાપી છે. બાકીના પાંચ દેશવ્યાપી
(૧૨) અપ્રવેશી :- કોઈ દ્રવ્ય બીજા રૂપે થતું નથી. માટે બધા દ્રવ્યો અપ્રવેશી છે.
(૩) પુણ્ય તત્ત્વ) પુણ્ય :- જે શુભ કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય છે.