________________
ગાથા-શબ્દાર્થ
જીવવિચાર
(મૂળ ગાથા તથા શબ્દાર્થ) ભુવણ-પઈવ વીરં, નમિઊણ ભણામિ અબુહ-બોહત્ય T જીવ-સરવે કિંચિ વિ, જહ ભણિયં પુ-સૂરિહિં Ill
ભુવનમાં દીપક સમાન શ્રી વિરપ્રભુને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોના બોધ માટે જીવોનું ટૂંકુ સ્વરૂપ પૂર્વાચાર્યોએ જે પ્રકારે કહ્યું છે તે રીતે હું કહીશ. (૧) જીવા મુત્તા સંસારિણો ય, તસ થાવરા ચ સંસારી | પૂઢવિ જલ જલણ વાઊ, વણસઈ થાવરા નેયા lી
જીવો મુક્ત અને સંસારી છે. સંસારી જીવો ત્રસ અને સ્થાવર બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિને સ્થાવર જાણવા.
ફલિહ મણિ રયણ વિદ૬મ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા | કણગાઈ ધાઉ સેઢી, વન્દ્રિય અરણેટ્ટય પલેવા llall અભય તૂરી ઊર્સ, મટ્ટી-પાહાણ-જાઈઓ ભેગા | સોવીરંજણ લૂણાઈ, પુઢવિ-ભેઆઈ ઈચ્ચાઈ III
ફટિક, મણિ, રત્ન, પરવાળા, હિંગળોક, હડતાળ, મણશીલ, પારો, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટો, પારેવો, અબરખ, તેજંતૂરી, ખારો, માટી અને પત્થરોની અનેક જાતિઓ, સુરમો, મીઠું વગેરે પૃથ્વીકાયના ભેદો છે. (૩, ૪) ભોયંતરિફખ-મુદાં, ઓસા હિમ કરગ હરિતણૂ મહિઆ 1 હંતિ ઘણોદહિમાઈ, ભેસાણેગા ચ આઉટ્સ III
ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફુટી નિકળતું પાણી, ધુમ્મસ, ઘનોદધિ વગેરે અનેક અપકાયના ભેદો છે. (૫)