________________
ગાથા-શબ્દાર્થ
ઈંગાલ જાલ મુમ્મર, ઉક્કાસણિ કણગવિજ્જુમાઈઆ 1 અગણિ-જિયાણં ભેયા, નાયવ્વા નિઉણ-બુદ્ધીએ Isl
અંગારા, જ્વાળા, તણખા, ઉલ્કા (આકાશમાં દેખાતા અગ્નિના પટ્ટા), આકાશી તણખા, કણીયા, વિજળી વગેરે અગ્નિકાયના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા. (૬)
ઉભામગ ઉક્કલિયા, મંડલિ મહ સુદ્ધ ગુંજવાયા ય । ઘણ-તણુ-વાયાઈઆ, ભેયા ખલુ વાઉકાયસ્સ III
ઉદ્ધામક (ઉંચે ભમતો) વાયુ, ઉત્કલિક (નીચે ભમતો) વાયુ, વંટોળિયો, મોટો વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે વાયુકાયના ભેદ જાણવા. (૭)
૩૩
સાહારણ પત્તેઆ, વણસ્યઈજીવા દુહા સુએ ભણિયા 1 જેસિમણંતાણં તણૂ, એગા સાહારણા તે ઉ તા
સાધારણ અને પ્રત્યેક એમ વનસ્પતિ જીવો શાસ્ત્રોમાં બે પ્રકારે કહ્યાં છે. જે અનંતા (જીવો)નું એક શરીર તે સાધારણ કહેવાય. (૮) કંદા અંકુર કિસલય, પણગા સેવાલ ભૂમિફોડા ય | અલ્લયતિય ગજ્જર મોત્થ વદ્યુલા થેગ પલંકા IIII કોમલફલં ચ સર્વાં, ગૂઢસિરાઈં સિણાઈ-પત્તાઈં થોહરિ કુંઆરિ ગુન્ગુલિ, ગલોય પમુહાઈ છિન્નરુહા ||૧૦||
કંદો, ફણગા, કિસલય (કુંપળો), નીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આર્દ્રક-ત્રણ (આદું, હળદર, કચરો), ગાજર, મોથ, વત્થલા, થેગ, પાલખું, સર્વ પ્રકારના કુણાં ફળ, ગુપ્ત નસોવાળા શણ વગેરેના પાંદડા, થોર, કુંવાર, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિકાય છે. તેમને કાપવા છતાં ફરી ઉગે. (૯, ૧૦)
ઈચ્ચાઈણો અણેગે, હવંતિ ભેયા અણંતકાયાણં |
તેસિં પરિજાણણથં, લક્ષ્મણ-મેયં સુએ ભણિઅં ||૧૧||