________________
ગાથા-શબ્દાર્થ
પાટો, પ્રતિહારી, તલવાર, મદિરા, બેડી, ચિતારો, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવ છે તેવા ક્રમશઃ આઠે કર્મોના પણ સ્વભાવો જાણવા. (૩૮)
૭૮
ઇહ નાણ-દંસણા-વરણ, વેય-મોહાઉ-નામ-ગોઆણિ । વિઝ્વં ચ પણ નવ દુ અઢવીસ ચઉ તિસય દુ પણવિહં II3II
અહિં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્યાવીશ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારના છે. (૩૯)
નાણે અ દંસણાવરણે, વેઅણિએ ચેવ અંતરાએ અ 1 તીસં કોડાકોડી, અયરાણં ઠિઈ અ ઉફ્ફોસા ||૪૦ના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે. (૪૦)
સિત્તરિ કોડાકોડી, મોહણિએ વીસ નામ ગોએસુ
તિત્તીસં અયરાઇ, આઉટ્ઠિઇ બંધ ઉફ્ફોસા ||૪૧|| મોહનીયનો સીત્તેર કોડાકોડી સાગરોપમ, નામ ગોત્રનો વીશ કોડાકોડી સાગરોપમ, આયુષ્ય કર્મનો તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. (૪૧)
બારસ મુહુર્ત્ત જહન્ના, વેયણિએ અટ્ઠ નામ ગોએસુ । સેસાણંતમુહુર્ત્ત, એયં બંધ-ટ્ઠિઈ-માણું ॥૪૨॥ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને બાકીના કર્મની અંતર્મુહૂર્ત છે. આ સ્થિતિબંધનું પ્રમાણ છે. (૪૨)
મોક્ષતત્ત્વ
સંત-પચ-પરૂવણયા, દવ-પમાણં ચ ખિત્ત-કુસણા ય।
કાલો અ અંતર ભાગ, ભાવે અપ્પાબહું ચેવ [૪૩] સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર,