________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૭ | વિશેષાર્થ:- અહીં નવકાર તે પંચ મંગલ મહાશ્રુતસ્કંધ સૂત્ર હવઈ મંગલ સુધી. કેટલાક ગચ્છના આચાર્યો, અનુષ્ટ્રમ્ છંદના દરેક પાદમાં ૮ અક્ષર જોઈએ. તેને બદલે ચોથા પાદમાં નવ અક્ષર થવાથી છંદદોષ માનીને હવઈને બદલે હોઈ પદ સ્વીકારી ૬૭ અક્ષર માને છે. પરંતુ મહાનિશીથ સૂત્રમાં ૬૮ અક્ષરો ગણાવ્યા છે. તેમજ મંત્રાક્ષરો તરીકે જુદી જુદી રચનાના ધ્યાનમાં ૬૭ અક્ષર લઈએ. તો એક અક્ષર ઓછો પડી જાય છે. તથા અનુષ્પ છંદમાં ૯ અક્ષરનાં પદો ઘણી વખત મહાકવિઓની રચનામાં પણ જોવામાં આવે છે. તો પછી આર્ષ ઋષિ મહાત્માઓની રચનામાં હોય, તો શું આશ્ચર્ય છે ?
ખમાસમણ તે છોભવંદન સૂત્ર.
ઇરિયાવહિયા તે પ્રતિક્રમણશ્રુતસ્કંધ-ઇચ્છામિ પડિક્કમિઉં થી ઠામિ કાઉસ્સગ્ગ સુધી (અન્નત્થ નહિ).
નમુત્થણે તે શક્રસ્તવ અથવા પ્રણિપાત દંડક કહેવાય છે. અને તે સબ્બે તિવિહેણ વંદામિ સુધી જાણવું.
ચિત્યસ્તવ દંડક તે અરિહંત ચેઈડ થી અન્નત્ય ઊસસિએણે સંપૂર્ણ સુધી જાણવો.
લોગસ્સ તે નામસ્તવ અને તે સવ્વલોએ એ ૪ અક્ષર સહિત જાણવો. પુખરવરદી તે શ્રુતસ્તવ સુઅસ ભગવઓ એ ૭ અક્ષર સહિત જાણવો.
સિદ્ધાણં બુદ્ધાણં તે સિદ્ધસ્તવ કહેવાય, અને તેના ૧૯૮ અક્ષર સમ્મદિઠિ-સમાહિગરાણં સુધીના ગણવા. પાંચ દંડકના અધિકત અક્ષરો ૧૨૦૦ થાય છે.
ત્રણ પ્રણિધાન સૂત્રોમાં જાવંતિચેo-જાવંત કવિ અને જય વિયરાયમાં આભવમખંડા સુધીની બે ગાથા જ ગણવી. એ પ્રમાણે ૯ સૂત્રોના વર્ણ ૧૯૪૭ થાય છે.
ભાષ્યની અવસૂરિમાં કહ્યું છે કે-વારંવાર બોલાતા અન્નત્થ૦ સૂત્રોના વર્ણ સહિત ૨૩૮૪ અથવા “ઉડુઈએણ” પાઠથી ૨૩૮૯ અક્ષર થાય છે, અને તે રીતે બીજીવાર બોલાતા નમુત્થણના ૨૯૭ અક્ષર ઉમેરતાં ૨૬૮૧, ઉડુઈએણે પાઠ પ્રમાણે ૨૬૮૬ અક્ષર થાય છે. બાકીના સ્તુતિ અને સ્તોત્રાદિકના અક્ષરોની નિયત સંખ્યા ન હોવાથી તેના વર્ણ ગણત્રીમાં ગણાતા નથી. ૨૭