________________
CE
ભાયત્રયમ્
ગાથાર્થ :પ્રણિપાત પાંચ અંગવાળો છે બે છંટણઃ બે હાથ અને મસ્તક એકઃ બે ત્રણ થી એકસો આઠ સુધીના અતિ મોટા અર્થવાળા નમસ્કાર કહેવા. રપા વિશેષાર્થ :- ઉપર જણાવેલ પાંચ અંગો વડે કરાતા પ્રણિપાતમાં પાંચેય અંગને ભૂમિએ લગાડવાં જોઈએ. તે “ઈચ્છામિ ખામાસમણો” એ ખમાસમણ સૂત્ર વગેરે બોલીને પ્રણામ કરતી વખતે થાય છે.
૧ થી ૧૦૮ સુધીના નમસ્કાર રૂપ શ્લોકો વીતરાગ પ્રભુના ગુણોની પ્રશંસા રૂપ ગંભીર અને પ્રશસ્ત અર્થવાળા પૂર્વના શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે મહાકવિઓએ બનાવેલા કહેવા. પરંતુ શૃંગાર રસ વગેરેથી ગર્ભિત, તથા અનુચિત અર્થવાળા ન બોલવા. રપા
૮: ૧૬૪૭ અક્ષર. अङसट्ठि अट्ठवीसा नव-नउय-सयं च दु-सय-सग नऊआ। दो-गुण-तीस दु-सट्टा दुसोल-अङनउअ-सयदुवन्न-सयं. ॥२६॥ इय नवकार-खमासमण-इरिय-सक्कत्थयाइ-दण्डेसु । पणिहाणेसु अ अदुस्त-वन्न सोल सय सीयाला ॥२७॥
શબ્દાર્થ :- અડ-સઠિ=અડસઠ. અઠવીસા=અાવીસ નવ-નઉયસય=એકસો નવાણું. દુ-સય-સગ-નઉઆ=બસો સત્તાણું દો-ગુણ-તીસ=બસો ઓગણત્રીસ દુસઠા=બસો સાઠ. દુ-સોલ–બસો સોલ. અડાઉઅસય=એકસો અઠાણું દુ-વસયંએકસો બાવન. ઈય=એ પ્રકારે નવકાર-ખમાસમણ-દરિય=નવકાર ખમાસમણ અને ઇરિયાવહિ સૂત્ર. સક્ક-Wયાડડદડે-સુત્રશસ્તવાદિ પાંચ દંડક સૂત્રોમાં. પણિહાણેસુ=પ્રણિધાન સૂત્રોમાં અદ્રત્ત-વજ્ઞ=બીજી વાર નહિ બોલાયેલા અક્ષરો. સોલ-સય-સીયાલા સોળસો ને સુડતાલીસ.
ગાથાર્થ :અડસઠ અઠાવીસઃ એકસો નવાણું બસો સત્તાણું: બસો ઓગણત્રીશઃ બસો સાઠઃ બસો સોળઃ એકસો અઠાણું એકસો બાવનઃ ૨૬ll એ પ્રમાણે નવકારઃ ખમાસમણઃ ઇરિયાવહિયાઃ શસ્તવ વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં બીજી વાર ન ઉચ્ચારાયેલા સોળસો સુડતાલીશ વર્ણો છે. ૨૭