________________
૯૪
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- અહીં “નમસ્કાર વડે” એટલે માત્ર અંજલિબદ્ધ પ્રણામ વડે ‘નમો જિણાણં' ઈત્યાદિ એક પદરૂપ નમસ્કાર વડે, ૧ શ્લોક વડે, ૧૦૮ સુધીના ઘણા શ્લોકો વડે, અને ૧ નમ્રુત્યુર્ણ રૂપ નમસ્કાર વડે, એમ પાંચે ય રીતિએ જઘન્ય ચૈત્યવંદના થાય છે.
તથા દંડક એટલે નમુથુણં દંડક, તે કહેવા સાથે, મુખ્યપણે અરિહંત ચેઈયાણં, કે જે ૫ દંડકમાંનો ચૈત્યસ્તવ દંડક છે, તે અને અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાર્યા પછી કહેવાતી એક થોય. એ બેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના થાય છે, અથવા-.
“જુઅલા” પદ દંડ અને થુઈ એ બન્નેયની સાથે જોડવાથી અર્થ એ થાય છે કે-“બે દંડક અને બે સ્તુતિ વડે મધ્યમ ચૈત્યવંદના થાય છે.” ત્યારે શક્રસ્તવ અને ચૈત્યસ્તવ એ બે દંડક મુખ્યતાએ ગણવાં, અને અધ્રુવ તથા ધ્રુવ એ બે સ્તુતિઓ જાણવી.
તેમાં-પહેલી ભિન્ન ભિન્ન તીર્થંકર અથવા ચૈત્ય સંબંધી સ્તુતિ, તે અશ્રુવ સ્તુતિ, અને ત્યાર પછી “લોગસ્સ ઉજ્જોયગરે” ઈત્યાદિ ૨૪ પ્રભુના નામની સ્તવનાના ઉચ્ચારવાળી ધ્રુવ સ્તુતિ. એ પ્રમાણે ૨ દંડક અને ૨ સ્તુતિ વડે મધ્યમ ચૈત્યવંદના જાણવી. પરંતુ પહેલી થોય પછી એકલો લોગસ્સ બોલવાનો પ્રકાર હાલ પ્રચલિત જણાતો નથી.
અથવા દંડ એટલે નમ્રુત્યુણ-અરિહંતચે૰-લોગસ્સ-પુક્ષ્મરવરદી અને સિદ્ધાણં એ ૫ મળીને ૧ દંડક તથા સિદ્ધાન્તની સંજ્ઞા પ્રમાણે ૪ થોયના ૧ જોડામાં બે ભાગ છે. પહેલી ત્રણ સ્તુતિઓનો સમૂહ એક વંદના સ્તુતિ કહેલી છે, અને દેવોના સ્મરણ રૂપ ચોથી થોય, તે અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે. એમ, વંદના અને અનુશાસ્તિ સ્તુતિ, એ બેનું યુગલ, તે થઈ જુઅલ. એ પ્રમાણે ૪ થોયના ૧ જોડાવાળું ચૈત્યવંદન, તે મધ્યમ ચૈત્યવંદન ગણાય છે.
એ પ્રમાણે ત્રણ રીતે મધ્યમ ચૈત્યવંદના જાણવી.
તથા મુખ્યપણે-નમુત્યુર્ણ આદિ પાંચ દંડક અથવા પાંચ નમ્રુત્યુર્ણ અને સ્તુતિના ચતુષ્ક વડે એટલે બે યુગલો વડે એટલે ૮ થોયો વડે, સ્તવન, જાવંતિચે૦ જાવંતકેવિ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્ર વડે, ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. પૌષધ વગેરેના દેવવંદનમાં આ ચૈત્યવંદના થાય છે.
એ પ્રમાણે આ જઘન્યાદિ ત્રણ ચૈત્યવંદનાના યે જઘન્યઃ મધ્યમઃ ઉત્કૃષ્ટઃ