________________
૯૨
ભાષ્યત્રયમ્
બીજી રીતે પાંચ અભિગમ. इय पंच-विहा-ऽभिगमो, अहवा मुच्चंति राय-चिण्हाइं। खग्गं छत्तोवाणह मउडं चमरे अ पंचमए ॥२१॥
[अन्वय :- इय पंचविहा-ऽभिगमो, अहवा राय-चिण्हाई-खग्गं छत्तोवाणह मउडं अ पंचमए चमरे मुच्चंति. २१ ] | શબ્દાર્થ :- ઇયંત્ર(પૂર્વે કહેલો) પંચવિહાભિગમો=પાંચ પ્રકારનો અભિગમ. અહવા=અથવા. બીજી રીતે. અચંતિ-મુકે, છોડે. રાય-ચિહાઈ=રાજચિહ્નો. ખગ્ગખઞ. છત્ત= છત્ર. ઉવાહણ=ઉપામહ, મોજડી. મઉડં=મુકુટ. ચમ=ચામર. પંચમએ=પાંચમું. ૨૧.
ગાથાર્થ :એ પાંચ પ્રકારનો અભિગમ છે. અથવા તલવાર છત્રઃ મોજડીઃ મુગુટ અને પાંચમું ચામર એ રાજચિહ્નો બહાર મૂકી દે છે. ૨૧
વિશેષાર્થ :- દર્શન કરવા આવનાર રાજા વગેરે મહદ્ધિક હોય, તેણે પાંચ રાજચિહ્નો છોડીને જ ચૈત્યમાં પ્રવેશ કરવો. કારણ કે-ત્રણ ભુવનના રાજા દેવાધિદેવ શ્રીજિનેન્દ્રપ્રભુ આગળ પોતાનું રાજાપણું દર્શાવવું, તે અત્યંત અવિનય છે. પ્રભુ પાસે તો સેવક ભાવ જ દર્શાવવાનો હોય છે. પ્રભુના સેવક બનવું તે પણ પરમ ભાગ્ય હોય તો જ બને છે.
મુકુટ એટલે શિરોરેખન ઉપર રાજચિહ્ન તરીકે જે છોગાવાળો (કલગીવાળો) તાજ પહેરાય છે, તે જાણવો. પરન્તુ શિરોવેસ્ટન સમજવું નહિ, કારણ કે ઉઘાડા મસ્તકે પ્રભુ પાસે જવાય નહિ.
રાજા વગેરે ઋદ્ધિવાન્ શ્રાવકોએ પોતાની ઋદ્ધિ અનુસાર મોટા આડંબરપૂર્વક પરિવાર સહિત પ્રભુને વંદન કરવા જવું જોઈએ, જેથી અનેક જીવોને પ્રભુ પ્રત્યે ભક્તિરાગ જાગતાં તેઓ સમ્યકત્વાદિ લાભ પામે છે. ઠાઠ એ પણ ધર્મ પામવાપમાડવાનું નિમિત્ત છે, અને તે સર્વને અનુભવસિદ્ધ છે. ૨૧.
૩. વંદન કરવાની બે બાજુઃ ૪. ત્રણ પ્રકારનો અવગ્રહ वंदंति जिणे दाहिण-दिसि ट्ठिया पुरुस वाम-दिसि नारी। નવ-ન-ટ્ટિ-ર નિ મક્કા સેસો અરરા