________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૧ શબ્દાર્થ :- સચ્ચિત્ત-દબં=સચિત્ત દ્રવ્યોનો. ઉઝણં ત્યાગ. અચ્ચિત્ત અચિત્ત દ્રવ્યનો. અણુઝણં=અત્યાગ. મણેગd=મનની એકાગ્રતા. ઈગ-સાડિ=અખંડ વસ્ત્ર વિશેષ. ઉત્તરાસંગુ=ઉત્તરીય વસ્ત્ર, ખેસ. અંજલી=બે હાથ જોડવા. સિરસિ=મસ્તકે. જિણ-દિઠે જિનેશ્વરને દેખતાં જ. ૨૦.
ગાથાર્થ :સચિત્ત વસ્તુઓ છોડી દેવી, અચિત્ત વસ્તુઓ રાખવી, મનની એકાગ્રતા, એકશાટક ઉત્તરાસંગ, અને જિનેશ્વર પરમાત્માને જોતાંની સાથે જ મસ્તકે અંજલિ જોડવી. llRoll
વિશેષાર્થ - પોતાની પાસેના ખાવાના પદાર્થો, સૂંઘવાના ફૂલ, અથવા પહેરેલી ફૂલની માળા આદિ સચિત્ત દ્રવ્યો છોડીને ચૈત્યમાં પ્રવેશ કરવો. જો તે ચીજો પ્રભુજીની દૃષ્ટિમાં પડી ગઈ હોય, તો તેનો ઉપયોગ કરી શકાય નહીં, એ પણ એક જાતનું પ્રભુજી તરફનું સન્માન અને વિનય છે. તે પહેલો અભિગમ. પહેરેલાં આભરણ, વસ્ત્ર, નાણું, આદિ ન છોડવાં તે બીજો અભિગમ. મનની એકાગ્રતા રાખવી, તે ત્રીજો અભિગમ. બન્નેય છેડે દશીઓવાળું અને વચ્ચે ન સાંધેલું અખંડ ઉત્તરાસંગ (ખેસ) રાખવું, તે ચોથો અભિગમ, અને પ્રભુજીને દેખતાં જ નમો જિણાણું કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો, તે પાંચમો અભિગમ. આ પાંચેય અભિગમ શ્રી જિનેન્દ્ર પ્રભુ પાસે જતાં સાચવવાના છે. આ પાંચ અભિગમ અલ્પ ઋદ્ધિવાળા શ્રાવકને ઉદ્દેશીને કહ્યા છે.
પોતાને ખાવાની, પીવાની કે સુંગવાની ચીજો અચિત્ત હોય, તે પણ પ્રભુની દષ્ટિએ ન પડે, તેમ ચૈત્યની બહાર છોડીને પ્રવેશ કરવો. અને જો દષ્ટિગત થઈ હોય તો તે ચીજો પોતાના ઉપયોગમાં લઈ શકાય નહિ, એવી આચરણા પણ પ્રભુનો લોકોત્તર વિનય સાચવવા રૂપ છે.
ખેસ રાખવાનો વિધિ અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરનાર માટે છે, છતાં બીજા પુરુષે પણ પાઘડી અને ખેસ સહિત જ પ્રભુ પાસે જવું. નહિતર પ્રભુ પ્રત્યેનો અવિનય ગણાય તથા પૂજા વખતે પુરુષે બે વસ્ત્ર અને સ્ત્રીએ જઘન્યથી ત્રણ વસ્ત્ર રાખવાં. અંગ પૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વખતે ખેસ અળશ્ય રાખવો.
સ્ત્રીઓએ અંજલિ જોડી મસ્તક નમાવવું, પરંતુ અંજલિ સાથે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહિ. તે પ્રથમ ૯ મી ગાથાના અર્થ પ્રસંગે કહેવાઈ ગયું છે, તેમજ સ્ત્રીઓ વસ્ત્રાવૃત્ત અંગવાળી જ હોવી જોઈએ; માટે સ્ત્રીઓને ૪-૫મા અભિગમનો યથાયોગ્ય નિષેધ કહ્યો છે. ૨૦