________________
૯૦
ભાષ્યત્રયમ્
ગાથાર્થ :ચૈત્યવંદનઃ મુનિવંદનઃ અને પ્રાર્થના સ્વરૂપ અથવા મનઃ વચનઃ અને કાયાનું એકાગ્રપણું એ-પ્રણિધાનત્રિક (ગણાય છે.)
બાકીના ત્રિકોના અર્થ સહેલા છે. એ પ્રમાણે દશ ત્રિકો પુરાં થયાં. ૧લા વિશેષાર્થ :- “જાવંતિ ચેઈયાઈ” સૂત્રમાં ત્રણેય લોકમાં વર્તતાં ચૈત્યોને નમસ્કાર હોવાથી ચૈત્યવંદનસૂત્ર કહેવાય છે, “જાવંત કે વિ સાહુ” સૂત્રમાં અઢી દ્વીપમાં વર્તતા સર્વ સાધુઓને નમસ્કાર કરેલા હોવાથી તે મુનિવંદનસૂત્ર કહેવાય છે અને “જયવીયરાય !” સૂત્રમાં ભવથી વૈરાગ્ય, માર્ગાનુસારપણું, ઈષ્ટ ફળની સિદ્ધિ, લોકવિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરોપકારકરણ, સદ્ગુરુનો યોગ અને ભવપર્યન્ત તે સદ્ગુરુના વચનની સેવા અને ભવોભવ પ્રભુના ચરણની સેવા, એ ૯ વસ્તુ વીતરાગ પ્રભુ પાસે માગેલી હોવાથી પ્રાર્થનાસૂત્ર ગણાય છે અને એ ત્રીજાં પ્રણિધાન ચૈત્યવંદનાને અત્તે અવશ્ય કરવું જોઈએ, એમ કહ્યું છે.
પ્રદક્ષિણાત્રિક અને પ્રમાર્જનાત્રિક એ બંનેયના અર્થ તો. સહેજે સમજી શકાય તેમ છે. ત્રણ રત્નની પ્રાપ્તિ માટે ત્રણ વખત પ્રભુજીની જમણી બાજુએથી પ્રદક્ષિણા દેવી.
તથા સત્તર સંડાસાની પ્રાર્થના રૂપ જીવદયા માટે ચૈત્યવંદનને સ્થાને ચરવળા, ખેસ કે મુનિઓએ રજોહરણવતી ત્રણ પ્રમાર્જના કરવાની હોય છે.
ગાથામાં તિ એટલે ઇતિ શબ્દ છે, તે દશત્રિકોનું વિવરણ પૂરું થયેલું સૂચવવા માટે છે. ૧૯
૨. પાંચ અભિગમ स-च्चित्त-दव्वमुज्झणम-च्चित्तमणुज्झणं मणेगत्तं । રૂા-સાદિ-૩ત્તર/સંજુ મગ્નની સિરસિ નિહિદ્દે ર૦૧
[ अन्वय :- सच्चित्त-दव्वमुज्झणं, अचित्तमणुज्झणं, मणेगत्तं, इग-साडी उत्तरासंगु, નિ-ન્ડેિ સિરણિ અંગતી ૨૦. ]