________________
૮૯
ચૈત્યવંદન ભાષ્ય
આ બાબત ઘણા પ્રશ્નોત્તરો છે, પરંતુ તેથી અભ્યાસીઓને ગુંચવણ પડવાનો સંભવ હોવાથી અહીં તેનો વિસ્તાર કરતા નથી.
મૂળ ગાથામાં સ્તવપાઠ શબ્દ છે. તેનો અર્થ અહીં નમુસ્કુર્ણ સ્તવપાઠ સમજવો. વળી પંચાંગ પ્રણિપાત શબ્દ છે, તેનો અર્થ પણ આ ઠેકાણે નમુત્થણે સૂત્ર જ સમજવું. કેમકે-તે સૂત્ર બોલતી વખતે નમુત્યુ એમ બોલતાં મસ્તક નમાવી પંચાંગ પ્રણામ કરવાનો હોય છે. તે જ પ્રમાણે નમો નિણાર્ણ અથવા સર્વે તિવિહેણ વંદામિ, બોલતી વખતે પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે; એટલે સૂત્ર મુખ્યપણે તો યોગમુદ્રાએ જ બોલાય છે. છતાં વચ્ચે જ્યારે જ્યારે પંચાંગ પ્રણામ કરવામાં આવે છે, તેટલા ઉપરથી તેમાં વચ્ચે વચ્ચે પંચાંગી મુદ્રા પણ થાય છે. તે પેટા મુદ્રા છે. એવી પેટા મુદ્રાઓ જુદી જુદી કરવામાં આવે, તેથી મૂળ મુદ્રાને વાંધો આવતો નથી. એ જ પ્રમાણે અરિહંત ચેઇઆણું વગેરે પણ કાયોત્સર્ગના હેતુસૂચક સૂત્ર છે, પરંતુ એ કાયોત્સર્ગનો હેતુ વીતરાગ પરમાત્માને વંદનાદિ કરવાથી થતા ફળ મેળવવા માટેનો છે. માટે તે કાયોત્સર્ગ પણ વંદન જ ગણાય. તે પગની જિનમુદ્રા અને હાથની યોગમુદ્રાએ કરવાના હોય છે અને ફક્ત કાયોત્સર્ગ પગની જિનમુદ્રા અને હાથની કાયોત્સર્ગ મુદ્રાએ કરવાનો હોય છે અને પ્રણિધાનત્રિક મુક્તાશક્તિ મુદ્રાએ કરવાનું હોય છે.
આ પ્રમાણે મુખ્યપણે ત્રણ મુદ્રાઓનો ઉપયોગ છતાં તેના પેટામાં જુદે જુદે પ્રસંગે અનેક જુદી જુદી પેટા મુદ્રાઓ કરવાની હોય છે. તે ચાલતી મર્યાદાને અનુસરીને તથા ગુરુગમથી તથા મોટા ગ્રંથોમાંથી સારી રીતે સમજીને વિધિપૂર્વક વંદના કરવા માટે આત્માર્થી જીવોએ ખપી થવું. ૧૮
૮, પ્રણિધાનત્રિકા पणिहाण-तियं चेइअ-मुणि-वंदण-पत्थणा-सस्त्वं वा । મ-વાય-ITIૉ, સેસ-તિયસ્થ પત્તિ ??
[અન્વય:- વે-મુનિ-વંગ-સ્થળ-વં વા મન-વચ-પાં પાળતિયું, ય સેસ-તિયWો પયડુ ત્તિ list ] | શબ્દાર્થ :- પણિહાણ-તિયં=પ્રણિધાનત્રિક. ચેઈમ=ચૈત્ય. મુણિ=મુનિ. વિંદણ=વંદન. પત્થણા=પ્રાર્થના. સરૂવં=સ્વરૂપ. ચેઇય-વંદણ મુણિ-પત્થણાસરૂવં=ચૈત્ય અને મુનિને વંદન તથા પ્રાર્થના સ્વરૂપ. વા=અથવા. સેસતિયત્નો=બાકીના ત્રિકનો અર્થ. પયડુ=પ્રગટ. રિ=એ પ્રમાણે.