________________
૮૮
ભાષ્યત્રયમ ત્રણ મુદ્રાઓનો ઉપયોગ पंचंगो पणिवाओ थयपाढो होई जोग-मुद्दाए । वंदण जिण-मुद्दाए पणिहाणं मुत्त-सुत्तीए ॥१८॥
[अन्वय :- पंचंगो पणिवाओ थय-पाढो जोग-मुद्दाए, वंदण जिण-मुद्दाए मुत्तासुत्तीए पणिहाणं होइ ॥१८॥ | શબ્દાર્થ - પંચંગોત્રપાંચ અંગ નમાવીને. પણિવાઓ=પ્રણામ. થય-પાઢો સ્તુતિ પાઠ અથવા સ્તવનનો પાઠ. જોગ-મુદ્દાએ=યોગ મુદ્રા વડે. વંદણ વંદન. જિણમુદ્દાએ જિનમુદ્રા વડે. પણિહાણ=પ્રણિધાન મુત્ત-સુત્તીએ=મુક્તાશુક્તિ મુદ્રા વડે. ૧૮.
ગાથાર્થ :પંચાંગ પ્રણિપાત અને સ્તવપાઠઃ યોગમુદ્રાએ, વંદનઃ જિનમુદ્રાએ, અને પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાએઃ થાય છે. ll૧૮
વિશેષાર્થ - પંચાંગ પ્રણિપાત અને સ્તનપાઠ યોગમુદ્રાએ કરવા. ચૈત્યવંદન કરતી વખતે ચૈત્યવંદન અને નમુત્થણે યોગમુદ્રાએ કરાય છે. જાવંતિ ચેઈઆઈ અને જાવંત કે વિ સાહૂ તથા જયવીયરાય એ-જો કે યોગમુદ્રા ચાલુ હોય છે, છતાં બે હાથ લલાટે ઊંચે રાખી મુક્તાશુક્તિ મુદ્રાથી ત્રણેય પ્રણિધાન કરીએ છીએ. વચ્ચે સ્તવન યોગમુદ્રાએ થાય છે, જયવીયરાય પછી અરિહંત ચેઈઆણં, કાયોત્સર્ગ,-થોય વગેરે ઊભા થઈને જિનમુદ્રાએ કરીએ છીએ. તથા ચૈત્યવંદન કે દેવવંદન કરતાં પહેલાં ઇરિયાવહિયં પ્રતિક્રમાય છે, તે પણ લોગસ્સ કહેવા સુધી જિનમુદ્રાએ થાય છે.
આ સિવાય બેઠા બેઠા અથવા ઊભા ઊભા જે કોઈ ક્રિયા કરવાની હોય છે, તે દરેક વખતે હાથ જોડવાના હોય છે.
આ પ્રમાણે સામાન્ય રીતે ત્રણ મુદ્રાનું વર્ણન અહીં કરેલું છે. પરંતુ બીજી પણ ઘણી પેટા મુદ્રાઓ વગેરે કરવાની થાય છે. તે દરેકની પણ ઉપલક્ષણથી આ ત્રણ મુદ્રાથી જ સૂચના સમજવી.
બીજું, ચૈત્યવન્દનાદિ કરતી વખતે અને ખાસ કરીને ચૈત્યવંદનાદિનું પ્રધાનસૂત્ર નમુત્થણે બોલતી વખતે, ડાબો પગ ઊંચો રાખવાનો અને જમણો પગ સ્થાપવાનો રિવાજ છે. તથા કોઈ કોઈ બન્નેય ઢીંચણ જમીન સાથે લગાડી ઉભડક બેસી સૂત્ર બોલે છે, કોઈ બન્નેય પગ જમીન સાથે ઘૂંટણ સાથે સ્થાપીને સૂત્ર બોલે છે. ભિન્ન ભિન્ન શાસ્ત્રવાકયોના આદેશ પ્રમાણે દરેક રીતે વિનયરૂપ અને ઉચિત હોવાથી નિષેધ યોગ્ય નથી.