________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૭
ગાથાર્થ ઃ
અને જેમાં બે પગનું અંતર આંગળ ચાર આંગળઃ અને પાછળ-કંઇક ઓછુંઃ હોય, એ જિનમુદ્રા. ॥૧૬॥
વિશેષાર્થ :- કાઉસ્સગ્ગ વગેરેમાં ઊભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગ એવી રીતે સ્થાપવા-રાખવા, કે જેથી એ બે પગ વચ્ચે આગલા ભાગમાં ૪ આંગળ અંતર રહે, અને પાછલા ભાગમાં ચાર આંગળથી કંઇક ઓછું અંતર રહે, એવી રીતે પવિન્યાસ-બે પગ રાખવા, તે જિનમુદ્રા કહેવાય. અહીં, જિન=કાઉસ્સગ્ગ કરતા જિનેશ્વરોની, જે મુદ્રા, તે જિનમુદ્રા. અથવા જિન એટલે વિઘ્નોને જિતનારી મુદ્રા, તે જિનમુદ્રા. ૧૬.
૩. મુક્તાશક્તિ મુદ્રા मुत्ता-सुत्ती मुद्दा जत्थ समा दोवि गब्भिआ हत्था । पुण નિતાડ-ન્ને ના અન્ન-‘અલગ” ત્તિ રામાા
[ अन्वय :- जत्थ दोवि समा गब्भिआ हत्था, पुण ते निलाड देसे लग्गा, अन्ने“અતળ” ત્તિ મુત્તા-સુત્તિ-મુદ્દા ।||
શબ્દાર્થ :- મુત્તા-સુત્તીમુક્તાશક્તિ. મુદ્દા=મુદ્રા. જત્થ=જેમાં સમા=સરખા. દો વિબન્નેય. ગર્મિંઆ=ગર્ભિત, મધ્યમાં ઉન્નત. હત્યા=હાથ તે તે બન્નેય. પુણ=અને નિલાડભાલ, કપાળ. દેસેસ્થાને. નિલાડ-દેસે=કપાળ ઉપર. લગ્ગા=લગાડેલા. અન્ને=અન્ય આચાર્યો. અલગન લગાડેલા. ત્તિએ પ્રમાણે ૧૭.
ગાથાર્થ :
જેમાં, સરખા બન્નેય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોયઃ કોઈ આચાર્ય કહે છે કે-“અડાડેલા ન હોય” તે મુક્તાશુક્તિ મુદ્રા. ॥૧૭॥
વિશેષાર્થ :- મુક્તા એટલે મોતી શુક્તિ તેના ઉત્પત્તિસ્થાનરૂપ છીપ. તેના આકારની મુદ્રા, તે મુક્તાશુક્તિમુદ્રા કહેવાય. એ મુદ્રામાં બન્ને ય હથેળીઓને સમ એટલે અંગુલિઓને પરસ્પર અંતરિત કર્યા વિના રાખવાની હોય છે, તે સમ સ્થિતિમાં રાખેલી બન્નેય હથેળીને ગર્ભિત કરવી, એટલે અંદરથી પોલાણવાળી રાખવી, બહાર વચ્ચેથી કાચબાની પીઠની પેઠે ઊંચી રહે તેવી, પરન્તુ ચિપટાયેલી ન રાખવી. એ પ્રમાણે રાખેલા બે હાથ મોતીની છીપને આકારે બને છે. તે કપાળે અડાડવા અને કેટલાક આચાર્યો કહે છે કે-“બે હાથ કપાળે ન અડાડવા, પરંતુ કપાળની સન્મુખસામા ઊંચા રાખવા” તે મુક્તાશુક્તિમુદ્રા કહેવાય છે.