________________
૮૨.
ભાષ્યત્રયમ્ પ્રતિમાજી ઉપર કેશ તથા શિખાના આકાર હોય છે, તે આ અવસ્થિત કેશની અપેક્ષાએ હોય છે. તેથી કેશોની વૃદ્ધિના અભાવ રૂપ કેશનો અભાવ અહીં ભાવવાનો હોય છે.
આઠ પ્રાતિહાર્યોને જોઈ પ્રભુની કૈવલિકઃ તીર્થંકરપણાની અવસ્થા ભાવવી.
પર્યકાસને અથવા કાઉસગ્ગ મુદ્રાએ પ્રભુજીની પ્રતિમા હોય છે. તે જોઈને પ્રભુજીની સિદ્ધાવસ્થા-મોક્ષાવસ્થા ભાવવી.
જમણી જાંઘ (ઢીંચણ અને પિંડી વચ્ચેનો ભાગ) અને સાથળની વચ્ચે ડાબો પગ સ્થપાય, ડાબી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય, નાભિ પાસે બે હાથ ચત્તા રખાય. તે પર્યકાસન. તે આસને અથવા કાઉસ્સગ્ગ મુદ્રાએ પ્રતિમા હોય છે, એટલે એ રીતે રહીને પ્રભુ મોક્ષમાં ગયા હોય છે, તેથી તે જોઈને સિદ્ધાવસ્થા ભાવવી.
જેમ તીર્થંકર પરમાત્મા પૂજયતમ છે, તે જ પ્રમાણે તેમની અને તેમના જીવનની સાથે સંબંધ ધરાવતી ઘણી વસ્તુઓ અને અવસ્થાઓ પણ નય-નિપાની વિચારસરણીથી પૂજયતમ છે અને તે સહેતુક અને પદ્ધતિસર છે, જેઓ તીર્થકર પરમાત્માની પ્રતિમાઓને તેને પૂજવાનું તથા અવસ્થા-ભેદની અપેક્ષાએ જુદા જુદા પ્રકારે પૂજવાનું નથી માનતા, તેઓ નય-નિપાની જૈનસરણિ સમજ્યા નથી. એટલે બીજી રીતે કહીએ, તો જૈન તત્ત્વજ્ઞાનનું તેઓ અપમાન કરે છે, એટલે ઉસૂત્રભાષી અને અસત્યભાષી બને છે.
બાળઉછેર કરતી માતા બાળકને ખવડાવતી કે પીવડાવતી હોય ત્યારે જ પૂજય છે, અને રસોઈ કરતી કે પાણી ભરવા જતી હોય ત્યારે પૂજય નથી, એમ નથી. સર્વ અવસ્થામાં તે સમાનપણે પૂજ્ય ભાવને લાયક છે. તે જ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓના નજીકના અને દૂરના દ્રવ્ય-નિપા પણ પૂજય છે. માટે ચ્યવનથી માંડીને સિદ્ધાવસ્થા સુધીની દરેક અવસ્થાઓ પૂજય છે. પ્રતિમાની રચનામાં દરેક અવસ્થા ઉતારી શકાતી નથી. પ્રતિમાજીનું વિધાન તો કોઈપણ એક મુખ્ય અવસ્થામાં જ થઈ શકે, માટે પર્યકાસને કે કાયોત્સર્ગાસને છે. કેમકે પ્રભુની એ પ્રધાન અને મુખ્ય પૂજયાવસ્થા છે. તેમાંજ સર્વાવસ્થાઓનો આરોપ કરીને ભિન્ન ભિન્ન ભક્તો કે એક જ ભક્ત, એકી સાથે કે ક્રમે ક્રમે, ભિન્ન ભિન્ન અવસ્થાની વિવિધ પૂજોપચારથી પૂજા