________________
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :જિનેશ્વર ભગવંતોને સ્નાન કરનારાઓ અને પૂજા કરનારાઓ વડે છઘસ્થાવસ્થા પ્રાતિહાર્યો વડે કૈવલિકાવસ્થા અને પર્યકાસન કે કાયોત્સર્ગ વડે સિદ્ધાવસ્થાઃ ભાવવી. ૧૨.
વિશેષાર્થ - પ્રભુજીની આજુબાજુ પરિકરવાના પ્રતિમાજી સામે, ધ્યાન આપો. આજુબાજુ પરિકર છે, જેને સામાન્ય લોકો પરિઘર કહે છે. તે પરિકરમાં ઉપર જુઓ.
૧. હાથી ઉપર બેસીને હાથમાં કળશ લઈને દેવો બેઠેલા છે. તે નાપકસ્નાન કરાવનારા દેવો છે. તથા હાથમાં માળા લઈને કેટલાય દેવો આવેલા છે, તે અર્ચકઃપૂજા કરનારા દેવો છે. ઉપર છેક કળશોની ઉપર પાંદડાં દેખાય છે, તે અશોકવૃક્ષનાં છે. માળા ધારણ કરનાર દેવથી પુષ્પવૃષ્ટિ સૂચવાય છે. પ્રભુની બન્ને બાજુએ વીણા અને વાંસળી વગાડનારા દેવો છે, તે દિવ્યધ્વનિ થાય છે. પ્રભુના મસ્તકની પાછળ ગોળ ભામંડળ છે, તેમાં પ્રભુજીનું તેજ સંહરણ પામતું હોવાથી પ્રભુજીનું મુખ સહેલાઈથી જોઈ શકાય છે, તથા રાત્રે પણ અંધકાર ન રહે, માટે પ્રભુજીની પાછળ હોય છે. તેનો આકાર પરિકરમાં છે. ત્રણ છત્ર તો સ્પષ્ટ દેખાય છે. તેની ઉપર દેવો દુંદુભિ વગાડતા બતાવ્યા છે. બાજુમાં ચામરધારી ઊભા હોય છે. સિંહાસન ઉપર પ્રભુજી બિરાજમાન છે. એ પ્રમાણે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્રત્રય, એ આઠ પ્રાતિહાર્યો છે. - તથા નીચે બે ચરણ વચ્ચે આગળ ધર્મચક્ર ચાલે છે, તથા નવ ગ્રહ અને દશ દિપાળ વગેરે નીચે પ્રભુજીની સેવા કરે છે. આવી ઘટનાઓથી ભરપૂર પરિકર હોય છે. શ્રીતારંગાજી તીર્થના મોટા દહેરાસરમાં શ્રી અજિતનાથ પ્રભુનાં મોટાં પ્રતિમાજી છે. તેમાં નીચેથી ઠેઠ ઉપર સુધી મોટું પંચતીર્થીવાળું પરિકર છે. તે જોવાથી બધી વસ્તુઓ સ્પષ્ટ સમજાશે.
આ રીતે ત્વવડાવનારાઓને જોઈને પ્રભુની જન્માવસ્થા ભાવવી, માળાધારકને જોઈ રાજ્યવસ્થા ભાવવી. કેમકે પુષ્પાહાર વગેરે રાજભૂષણો છે. અને પ્રભુજીને મસ્તકે તથા દાઢી-મૂછના વાળ જોઈ, મુનિપણાની મુંડ અવસ્થા ભાવવી, પ્રભુ દીક્ષા લેતી વખતે સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કરે છે, છતાં જે વાળ બાકી રહ્યા હોય છે, તે વધતા નથી. તેથી તે અવસ્થિત કેશ રહે છે. અને