________________
૮૦
ભાષ્યત્રયમ્ દ્રવ્યતીર્થંકરપણું, તેમાં સ્થ=રહેલી અવસ્થા, તે પિંડ સ્થપણાની અવસ્થા એટલે છદ્મસ્થઅવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્મ અવસ્થા, ૨ રાજય અવસ્થા અને ૩ શ્રમણ અવસ્થા.
આ ત્રણે ય અવસ્થામાં ભગવંત છદ્મસ્થ અસર્વજ્ઞ-સાક્ષાત્ તીર્થંકર પદવી રહિત હોય છે, માટે પિંડસ્થપણાની અવસ્થાનો અર્થ છબસ્થપણાની અવસ્થા કહ્યો છે.
૨. પદ તીર્થંકર પદવી. પ્રભુ જયારે કેવલજ્ઞાન પામે છે, ત્યારે તે પદવી સ્પષ્ટ-પ્રગટ થાય છે. પરમ પવિત્ર તીર્થંકર નામકર્મના ઉદયના પ્રભાવથી ઈન્દ્રો તથા દેવો આવે છે, સમવસરણ રચે છે, તેમાં બેસીને પ્રભુ દેશના-ઉપદેશ આપે છે. દેશના સમાપ્ત થયા બાદ ગણધર પદવીને યોગ્ય એવા મુનિઓને ત્રિપદી સંભળાવી ગણધર પદે સ્થાપે છે, તથા પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરેલી સાધ્વીઓમાં એક મુખ્ય સાધ્વી, દેશવિરતિ ગ્રહણ કરેલ શ્રાવકોમાં એક મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકા સ્થાપે છે વગેરે અનેક પ્રકારે તીર્થ પ્રવર્તાવવાથી પ્રભુ તીર્થકર કહેવાય છે. તે સર્વ કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રથમ સમવસરણ વખતે થાય છે. માટે પદસ્થપણું એટલે કેવલિપણું એવો અર્થ કરેલ છે. તે પદસ્થપણું-કેવલિપણું તીર્થંકરપદવી યુક્તનું નિર્વાણ સમય સુધીનું જાણવું.
૩. પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે, ત્યારે રૂપ એટલે શરીર રહેતું નથી, પરન્તુ કેવળ આત્મા જ રહે છે, શુદ્ધ આત્મા હોવાથી “રૂપાતીત અવસ્થાપણું એટલે સિદ્ધપણું” એવો અર્થ કરેલ છે. ૧૧
પ્રતિમાજીમાં ત્રણ અવસ્થા ભાવવાની રીત. न्हवणच्चगेहिं छउमत्थ-ऽवत्थ पडिहारगेहिं के वलियं । पलियंकुस्सग्गेहि अजिणस्स भाविज्ज सिद्धत्तं ॥१२॥
શબ્દાર્થ - હવણચ્ચગેહિં=સ્નાન અને પૂજા કરનારાઓ વડે. છઉત્થવસ્થ છદ્મસ્થાવસ્થા. પડિહારગેહિં=પ્રાતિહાર્યો વડે. કેવલિય–કૈવલિક અવસ્થા. પલિયંકુસ્સગ્નેહિ=પર્યકાસન અને કાઉસ્સગ્ગ વડે. જિણસ્મ=જિનેશ્વર ભગવંતની. ભાવિજભાવવી. સિદ્ધાંત્રસિદ્ધપણું, સિદ્ધાવસ્થા. ૧૦