________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૯ અથવા, (ચંદનાદિ વડે) ગંધ, પુષ્પાદિ, વાસક્ષેપ, ધૂપ અને દીપવડે પૂજા, અથવા કેટલાક આચાર્યોના મતે પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-અને દીપ એ પ્રમાણે પાંચ પ્રકારની પૂજા ગણાય છે.
પુષ્પ-અક્ષત-ગંધ-દીપ-ધૂપ-નૈવેધ-ફળ અને જળ એ પ્રમાણે આઠ પ્રકારની પૂજા ગણાય છે.
પૂજા યોગ્ય સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુઓ વડે પૂજા કરવી, તે ૧૭ ભેદી, ૨૧ ભેદી, ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી ઇત્યાદિ અનેક પ્રકારની પૂજા સર્વોપચારી પૂજા કહેવાય છે.
અથવા અંગાદિ ત્રણે ય ભેદથી પૂજા કરવી, તે પણ સર્વોપચારી પૂજા છે.
અથવા, એક અંગપૂજા કે જેનું ફળ વિજ્ઞોપશાન્તિ છે,તે વિજ્ઞોપશામિકા. બીજી અગ્રપૂજા કે જેનું ફળ આત્માનો અભ્યદય થવા રૂપ છે, તેથી એ અભ્યદયસાધની અને ત્રીજી જેનું ફળ મોક્ષ છે, તે નિવૃત્તિકારિણી ભાવપૂજા. એ રીતે પણ ત્રણ પ્રકારની પૂજા અંગપૂજાદિના ફળ રૂપ ગણાય છે.
અહીં ઉપચાર શબ્દનો અર્થ પૂજા કરવાનાં સાધનોનો પ્રકાર સમજવો. પાંચ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂજાના પ્રકારો જેમાં હોય, તે પંચોપચાર પૂજા ગણાય. વગેરે ૧૦.
૫. અવસ્થાત્રિક-ત્રણ અવસ્થાઓ : भाविज्ज अवत्थ-तियं पिंडत्थ-पयत्थ-स्व-रहिअत्तं । छउमत्थ-केवलित्तं सिद्धत्तं चेव तस्सत्थो ॥११॥
શબ્દાર્થ:- ભાવિક્ત=ભાવવી. અવસ્થ-તિયં–ત્રણ અવસ્થા. પિંડત્ય પયત્વ-રૂવરહિયતંત્રપિંડસ્થપણું, પદસ્થપણું અને રૂપરહિતપણું, છઉમલ્થ કેવલિd=છદ્મસ્થપણું અને કેવલિપણું સિદ્ધાંત્રસિદ્ધપણું. ચેવ=નિશ્ચય, એ જ. તસ્સ તેનો અથો=અર્થ છે.
ગાથાર્થ :પિંડસ્થપણુંઃ પદસ્થપણું અને રૂપરહિતપણુંઃ એ ત્રણ અવસ્થા ભાવવી. અને છવસ્થપણું : કેવલપણું અને સિદ્ધપણું તેનો અર્થ છે.
વિશેષાર્થ-પિંડ એટલે તીર્થકર ભગવંતનો તીર્થંકર પદવી પામ્યા પહેલાંનો છધસ્થ દેહ, એટલે કે-જન્મથી લઈને સમવસરણ સ્થપાય ત્યાર પહેલાં સુધીનું