________________
૭૮
ભાષ્યત્રયમ
વાર ત્રણ અંજલિભ્રમણ સહિત ત્રણ વાર મસ્તક નમાવવું, તે પણ બીજી રીતે ત્રણ પ્રકારના પ્રણામ જાણવા.
અહીં વિશેષ એ છે કે-સ્ત્રીઓએ અંજલિબદ્ધ પ્રણામ કરતી વખતે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહીં, પરંતુ યથાસ્થાને જ રાખી ત્રણ વાર અંજલિબ્રમણ કરી મસ્તક નમાવવું. શકસ્તવાદિમાં પણ દરેક ઠેકાણે સ્ત્રીઓ માટે એ પ્રમાણે વિધિ સાચવવો. ૯
૪. પૂજાત્રિક-ત્રણ પ્રકારની પૂજા મંગ-ભાવ-મેયા પુષ્પાઇડર-શુદિંપૂય-તિમાં पंचुवयारा अट्ठो-वयार सव्वोवयारा वा ॥१०॥
શબ્દાર્થ:- અંગગ્ન-ભાવ-ભેયા = અંગ, અગ્ર અને ભાવ ના ભેદથી. પુષ્કાહડહાર-થુઈહિં = પુષ્પ, નૈવેદ્ય, સ્તુતિ વડે. પૂય-તિગં = ત્રણ પ્રકારની પૂજા. પંચુવારા = પંચોપચારી. અઠવવાર = અષ્ટોપચારી. સવોયારા = સર્વોપચારી પૂજા. વા = અથવા. ૧૦
ગાથાર્થ :અંગઃ અગ્રઃ અને ભાવઃ ના ભેદ પુષ્પઃ આહાર અને સ્તુતિઃ એ કરીને ત્રણ પ્રકારે પૂજા, અથવા પંચોપચારીઃ અખોપચારીક અને સર્વોપચારી એ (ત્રણ પૂજા) ૧૦.
વિશેષાર્થ પુષ્પ શબ્દના ઉપલક્ષણથી નિર્માલ્ય ઉતારવું. મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરવો. ૩-૫ કે ૭ વાર કુસુમાંજલિનો પ્રક્ષેપ કરવો, અંગભૂંછણ, વિલેપન, નવરંગપૂજા, પુષ્પપૂજા, આંગી ચઢાવવી કે કરવી, પ્રભુના હાથમાં બીજોરું વગેરે મૂકવું, ધૂપ કરવો, વાસક્ષેપ કરવો, કસ્તૂરી આદિથી પ્રભુના શરીરે પત્ર વગેરેની રચના કરવી; આભરણ તથા વસ્ત્ર પહેરાવવાં ઇત્યાદિ અનેક પ્રકારની અંગપૂજાનો સમાવેશ થાય છે.
૨. તથા આહાર શબ્દથી અગ્રપૂજા કહી છે, ઉપલક્ષણથી ધૂપ, દીપક, અક્ષતાદિ વડે અષ્ટમંગળ આલેખવાં, ફૂલનો પગર ભરવો, અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારનું નૈવેદ્ય ધરવું, ઉત્તમ ફળ મૂકવાં, ગીત-નૃત્ય-વાજિંત્રઆરતી-મંગળ દીવો ઉતારવો. ઇત્યાદિ અનેક પ્રકારની અગ્રપૂજા છે.
૩. પ્રભુની આગળ ચૈત્યવંદન કરવું, તે ભાવપૂજા છે.