________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૭ એમાં ત્રણ વાર ભ્રમણનું કારણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ તથા ભક્તિબહુમાનનું યે સૂચક છે, તે વખતે સમવસરણમાં ચારે દિશાએ બેઠેલા ભાવઅરિહંતની ભાવના ભાવવી, તેમજ ભમતીમાં જો ચારેય તરફ ભગવંત બિરાજમાન હોય તો તે સર્વને પણ વંદન કરતાં કરતાં ભમવું (પ્રવ૦ સા-ધર્મસંહ ભાવાર્થ) આ પ્રદક્ષિણા પહેલી નિસીહ કહ્યા બાદ કરવી, ત્યારબાદ દ્રવ્યપૂજા માટે રંગમંડપમાં પ્રવેશતાં નિસીહિ કહેવાય છે. શ્રાદ્ધવિધિવૃત્તિઃ
- ત્રીજું પ્રણામત્રિક अञ्जलि-बद्धो अद्धोणओ अ पंचंगओ अ ति-पणामा । सव्वत्थ वा ति-वारं सिराइ-नमणे पणाम-तियं ॥९॥
अन्वय :- अंजलि-बद्धो अद्धोणओ पंचंगओ ति-पणामा, वा सव्वत्थ तिवारं सिराइनमणे पणाम-तियं. ९
શબ્દાર્થ - અંજલિબદ્ધો=અંજલિપૂર્વક અદ્ધોણઓ=અર્ધવનત. પંચંગઓ=પાંચ અંગથી. તિપણામા==ણ પ્રણામ. વા=અથવા. સવ્વસ્થ સર્વ સ્થાને (ત્રણ પ્રણામમાં). તિવારં ત્રણ વાર. સિરાઈ-નમણે=મસ્તકાદિ નમાવવામાં પણામ-તિયં==ણ પ્રણામ થાય છે. ૯
ગાથાર્થ :અંજલિ સહિત પ્રણામ અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણામ એ ત્રણ પ્રણામ છે. અથવા (ભૂમિ આદિ સર્વ સ્થાનોમાં) ત્રણવાર મસ્તક વગેરે નમાવવાથી પણ ત્રણ પ્રકારના પ્રણામ (ગણાય છે). ૯.
વિશેષાર્થ. બે હથેલી જોડીને (બે હાથ જોડીને) મસ્તકે સ્થાપવા, તે ૧ અંજલિબદ્ધ પ્રણામ. ઊભા રહીને કિંચિત્ મસ્તક નમાવવું, અથવા મસ્તક અને હાથ વડે ભૂમિસ્પર્શ અથવા ચરણસ્પર્શ કરવો ઇત્યાદિ રીતે પાંચ અંગમાંથી કોઈપણ ૧ અંગન્યૂન સુધીનો (૧-૨-૩-૪ અંગ વડે) પ્રણામ કરવો, તે ૨ અર્ધાવનત પ્રણામ. અને ૨ જાનુ, ૨ હાથ તથા ૧ મસ્તક, એ ૫ અંગ વડે ભૂમિસ્પર્શ કરવા પૂર્વક જે પ્રણામ કરવો, તે ૩ પંચાંગ પ્રણામ. કહેવાય છે.
અથવા, પૂર્વે કહેલા ત્રણ પ્રકારના પ્રણામમાંથી કોઈ પણ એક પ્રણામ કરતી વખતે, પ્રથમ-મસ્તકને નમાવવા પૂર્વક મસ્તક સન્મુખ રહેલી અંજલીને મસ્તક સન્મુખ દક્ષિણાવર્ત (જમણી પદ્ધતિએ) મંડલાકારે ભમાવવી, અને તે પ્રમાણે ત્રણ