________________
ભાષ્યત્રયમ્
(૩) તમામ પ્રકારે દ્રવ્યપૂજા કર્યા બાદ ચૈત્યવદના રૂપ ભાવપૂજા કરતાં પહેલાં ત્રીજી નિસાહિ કહેવાની છે. તેથી દ્રવ્યપૂજાનો પણ નિષેધ થઈ જાય છે. માત્ર ભાવપૂજાની જ છૂટી રહે છે.
એટલે ભાવપૂજાને લગતી ચૈત્યવંદન, સ્તવન, કાયોત્સર્ગ, સ્તુતિ વગેરેની છૂટ રહે છે.
અથવા, ત્રણ નિશીહિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે દરેક વખતે ત્રણ ત્રણ વાર પણ નિશીહિ, નિશીહિ, નિસીહિ એમ ઉપર જણાવેલ ત્રણેય ઠેકાણે બોલાય છે.
અથવા, ઉપર કહેલી ૩ બાબતોના નિષેધવાળી પ્રત્યેક નિશીહિને મનવચન-કાયાથી તે તે બાબતનો ત્યાગ સૂચવવા માટે પૂર્વોક્ત સ્થાને ૩-૩ વાર કહેવાથી પણ નિસાહિ ત્રણ જ ગણાય છે.
અહીં મુનિમહારાજાઓને અને પૌષધવ્રતી શ્રાવકને તેમની પાસે દ્રવ્યો ન હોવા પૂરતી જ માત્ર દ્રવ્યપૂજા કરવાની ન હોવાથી મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં ૧ વાર, અથવા ૩ વાર પહેલી નિસીહ કહેવાની હોય છે, કે જે નિસીહિથી શેષ મુનિચર્યા તથા પૌષધચર્યાનો યે ત્યાગ થાય છે અને દહેરાસરની ઉપદેશ યોગ્ય વ્યવસ્થાનો નિષેધ કરવા માટે બીજી નિસીહિ રંગમંડપમાં પ્રવેશ કરતાં હોય છે. ત્રીજી ચૈત્યવંદનાના પ્રારંભમાં હોય છે.
તીર્થ અને દહેરાસર સંબંધી ગેરવ્યવસ્થા દૂર કરવાનો ઉપદેશ આપવાનો (સર્વ સાવઘના ત્યાગી હોવા છતાં પણ) શ્રી મુનિમહારાજાઓને અધિકાર છે. શ્રાવકોની બેદરકારીથી વિનાશ પામતાં અને અવ્યવસ્થિત વહીવટવાળાં શ્રીજિનચૈત્યો જોઈને પણ શ્રાવકોને માઠું ન લગાડવાના કારણે છતી શક્તિએ પણ મુનિ મહારાજ ઉપેક્ષા કરી જેમ તેમ ચાલવા દે, તો તે મુનિમહારાજ શ્રીજિનેન્દ્રપ્રભુની આજ્ઞાના આરાધક કહ્યા નથી. અહીં શ્રીજિનેન્દ્રપ્રભુની આજ્ઞા એ ધર્મ છે, માટે ચૈત્યની અવ્યવસ્થા દૂર કરાવવાના વ્યાપારનો નિષેધ મુનિને તથા તૃતીગૃહીને આ બીજી નિસાહિમાં હોય છે.
તથા ભગવંતના ગભારાની ચારે બાજુ અથવા તો ભગવંતની ચારે બાજુ ત્રણ વાર પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું, તે બીજું પ્રદક્ષિણાત્રિક કહેવાય છે.