________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૫ (अन्वय :- अग्गद्दारे मज्झे तइया चिइ-वंदणा समये घर-जिणहर-जिणपूआ-वावारच्चायओ निसीहि-तिगं ॥८॥ | શબ્દાર્થ - ઘર-જિણહર-જિણ-પૂઆ-વાવાર-ચાયઓ=(પોતાનું) ઘર, જિનમંદિર અને જિનપૂજાના વ્યાપારના ત્યાગને આશ્રયીને. નિસાહિતિગં==ણ નિશીહિઓ. અગ્નદારે મુખ્ય બારણે. મઝે વચમાં. તઈયાત્રત્રીજી. ચિઈવંદણા-સમયે=ચૈત્યવંદન વખતે. ૮.
ગાથાર્થ :મુખ્ય બારણેઃ વચમાં અને ત્રીજી ચૈત્યવંદન વખતેઃ (અનુક્રમે) ઘરનીઃ જિનમંદિરની અને જિનપૂજાની (દ્રવ્ય) પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિસાહિઓ થાય છે. ૮.
વિશેષાર્થ :- નિશીહિ એટલે નિષેધ, જિનેશ્વર પ્રભુની ભક્તિના મહાનું કામમાં પરોવાતાં પહેલાં બીજી પ્રવૃત્તિઓમાંથી પોતાના મનઃ વચનઃ અને કાયાઃ એટલે તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછી ખેંચી લેવી જોઇએ. બીજા કામમાં મન વગેરે પરોવાયાં હોય, તો ભક્તિનું કામ સારી રીતે થઈ શકે નહીં માટે બીજામાંથી ખેંચી લેવાં અને ભક્તિમાં પ્રણિધાન કરવું, એટલે મન, વચન, કાયાની એકાગ્રતા બરાબર કરવી. ત્રણ નિશીહિઓ જિનભક્તિમાં ઉત્તરોત્તર વધારે ને વધારે પરોવાવા માટે ક્રમસર વિકાસ સૂચવે છે.
(૧) જિનમંદિરને કોટ હોય, તો તે કોટના દરવાજે અને કોટ ન હોય તો દેરાસરનું જે મુખ્ય બારણું હોય, ત્યાં પહેલી નિશીહિ કહેવી. આથી પ્રભુભક્તિ સિવાયના પોતાના ઘર, દુકાન ધંધા, સામાજિક, દેશ, પરોપકાર, અનુકંપા, સુપાત્ર દાન, વગેરેને લગતાં તમામ કામોમાં ન પડવાની પ્રતિજ્ઞા થાય છે. તેનો વિચાર સરખો પણ કરવાનું બંધ થાય છે. માત્ર અગ્રદ્વારમાં પેઠા પછી ત્યાંના જ કામની છૂટી રહે છે. એટલે દેરાસર સંબંધી જે જે કામ હોય, તે સંભાળવાની પ્રવૃત્તિ ભક્તિની સાથે છૂટી રહે છે. વળી, મુનિમહાત્માઓને વંદન, તેમની સાથે ધર્મચર્ચા વગેરેનો અવકાશ રહે છે.
(૨) કેસર વગેરે ઘસી દ્રવ્યપૂજા માટેની સામગ્રી સાથે પૂજા કરવા જતાં મંદિરના વચમાં બીજી નિસીહ કહેવી. તેમ કરવાથી જિનમંદિરની વ્યવસ્થા સંબંધિનાં કામોમાંથી યે પ્રવૃત્તિ ખેંચી લઈ માત્ર દ્રવ્યપૂજા મારફત ભક્તિ કરવાની પ્રવૃત્તિમાં લાગવાની છૂટ રહે છે. પછી અનેક પ્રકારે જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજા કરવામાં તત્પર રહેવાનું હોય છે.