________________
७४
ભાષ્યત્રયમ્ | શબ્દાર્થ - તિશિ==ણ નિશીહિ=નિસીહિ. પયાહિણા=પ્રદક્ષિણા. પણામા=પ્રણામો. તિવિહા–ત્રણ પ્રકારે. પૂયા=પૂજા. અવસ્થ-તિય-ભાવણં–ત્રણ અવસ્થા ભાવવી. તિ-દિસિ-નિરિખણ-વિરઇ==ણ દિશાઓ તરફ જોવું નહિ. તિખુત્તો-ત્રણ વાર. પાયભૂમિ-૫મજ્જર્ણ=પગની જમીનની પ્રમાર્જના કરવી. વન્નાઈ-તિયંત્રવર્ણાદિક ત્રણ. મુદ્દા-તિયં ત્રણ મુદ્રાઓ. તિવિહં ત્રણ પ્રકારે. પણિહાણે=પ્રણિધાન.
ગાથાર્થ :ત્રણ નિસાહિઃ ત્રણ પ્રદક્ષિણાઓઃ ત્રણ પ્રણામોઃ ત્રણ પ્રકારે પૂજા ત્રણ અવસ્થાઓ ભાવવીઃ ૬.
ત્રણ દિશા તરફ જોવું નહિઃ ત્રણ વાર પગની જમીનની પ્રાર્થના કરવીઃ વર્ણાદિક ત્રણ ત્રણ મુદ્રાઓ અને ત્રણ પ્રકારનાં પ્રણિધાનોઃ ૭
વિશેષાર્થ :ત્રણ નિશીહિઓ.
| ત્રણ દિશામાં નિરીક્ષણનો ત્યાગ. ત્રણ પ્રદક્ષિણા.
ત્રણ વાર પગની ભૂમિની પ્રાર્થના. ત્રણ પ્રણામ.
ત્રણ વર્ણાદિકનું આલંબન. ત્રણ પૂજા.
ત્રણ મુદ્રા. ત્રણ અવસ્થાની ભાવના. ત્રણ પ્રણિધાન.
નિસાહિ=નિષેધ, અટકાયત. પ્રદક્ષિણા=પ્રભુને ફરતી પ્રદક્ષિણા દેવી. અવસ્થા=પ્રભુના જીવનના મુખ્ય પ્રસંગો.
ત્રિદિશિ-નિરીક્ષણ=પ્રભુની સામે મુખ રાખવું. બાકીની ત્રણ બાજુ ન જોવું. પ્રમાર્જના=ભૂમિ સાફ કરવી, જંતુ આદિની રક્ષા માટે. આલંબન=ભાવની વૃદ્ધિ થવામાં મદદરૂપ. મુદ્રા=ભાવસૂચક આકાર. પ્રણિધાન મન, વચન, કાયાની એકાગ્રતા. આ દશેય ત્રિકનો વિસ્તાર હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે. ૬-૭. ૨. દશત્રિકની વિસ્તારથી સમજ
૧. ત્રણ નિસીહિ घर-जिणहर-जिणपूआ-वावार-च्चायओ निसीहि-तिगं । अग्ग-द्दारे मज्झे तइया चिइ-वंदणा-समए ॥८॥