________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૧
નિશાળે જાય છે, નિશાળે જવાનું મુખ્ય પ્રયોજન તો જ્ઞાન મેળવવાનું છે. છતાં “જ્ઞાન મેળવવા જાઉં છું.” એમ બોલવાને બદલે “નિશાળે જાઉં છું.” એમ બોલે છે, તે પ્રમાણે “ચૈત્યવંદન કરવા જાઉં છું.” એટલે ભક્તિ કરવાની સંસ્થા જે ચૈત્ય છે, તેની પ્રધાનતા બાળજીવોના મનમાં ઠસાવવાની વ્યવહારુ યોજના ખાતર ચૈત્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે-જેમ નિશાળ-જ્ઞાન ભણાવવાની સંસ્થા छे, मंडी- हाए यूववानी संस्था छे, यावडी -योडीनी संस्था छे, ते प्रभा પરમાત્માની ભક્તિ કરવાની અને એકંદર સર્વ ધાર્મિક પ્રવૃત્તિની કેન્દ્રભૂત સંસ્થા ચૈત્ય છે, અને તે સંસ્થા સર્વ સંસ્થાઓમાં મુખ્ય શિરોમણિરૂપ સંસ્થા છે.
ચૈત્ય મારફત પરમાત્માની ભક્તિ કરવાના સંખ્યાબંધ પ્રકારો છે, તે આ ગ્રંથથી અને ગુરુગમથી સમજવા. ૧.
૨૪ મુખ્ય દ્વારોઃ પેટા ભેદોની સંખ્યા સાથેઃ दहतिग अहिगमपणगं दुदिसि तिहुग्गह तिहा उ वंदणया । पणिवाय नमुक्कारा वन्ना सोलसय-सीयाला ||२|| इगसीइसयं तु पया सगनउई संपया उ पण दंडा । बार अहिगार उ-वंदणिज्ज सरणिज्ज चउह - जिणा ॥ ३ ॥ चउरो थुई निमित्तट्ठ बार हेउ अ सोल आगारा । गुणवीसदोस उस्सग्ग-माणं थुत्तं च सग वेला ॥४॥ दस- आसायण- चाओ सव्वे चिइ-वंदणाइ ठाणाई । चउवीस दुवारेहिं दु- सहस्सा हुंति चउसयरा ॥५॥
( अन्वय :- दह- तिग अहिगम-पणगं दु-दिसि तिहुग्गह तिहा वंदणया पणिवायनमुक्कारा सोलसय सीयाला वन्ना इगसीइसयं पया सगनऊई संपया पण दंडा बार अहिगार चउ वंदणिज्ज सरणिज्ज चउह जिणा चउरो थुई अट्ठ निमित्त बारहेउ सोल आगारा गुणवीस दोस उस्सग्गमाणं थुत्तं सग वेला दस आसायणचाओ चउवीस दुवारेहिं चिइवंदणाइ सव्वे ठाणाई दुसहस्सा चउसयरा हुंति । उ तु अ च समुच्चयार्था अपि पादपूर्त्यर्थम् । २, ३, ४, ५, )