________________
ભાષ્યત્રયમ્
સર્તનમાંની પવિત્રતા લાંબા કાળ સુધી રહ્યા કરે, માટે ઊંચામાં ઊંચું સાધન ગોઠવી આપ્યું છે.
૭૦
જેને લીધે આજે પણ અનેક જીવો ઉચ્ચ ચારિત્ર પાત્ર છે, ત્યાગી છે, મહાત્માઓ છે અને ઘણા જીવો તેવા થવા પ્રયાસ પણ કરે છે અને બીજા અનેક જીવોને સન્માર્ગનો બોધ આપી ફ્લેશો દુઃખો-વિટંબનાઓથી બચાવી લઈ શકાય છે. પછી તે જીવો માનવો હોય કે બીજાં કોઈ પણ જાતનાં પ્રાણીઓ હોય. તેમજ બીજા અનેક માનવજીવોના જીવનમાં આજે પણ જે સચ્ચારિત્ર, સર્તન, નીતિમય જીવન ચાલે છે, પછી તે આર્ય હોય કે અનાર્ય જાતના માનવ હોય. તથા આપણે જંગલી દશામાં નથી, તથા આપણને અનેક સદ્ગુણો અનાયાસે વારસામાં મળ્યા છે, તે બધો પ્રતાપ સીધો કે આડકતરો તીર્થંકર પરમાત્માઓનો જ છે.
તથા લોક-વ્યવહારમાં જે સુવ્યવસ્થા, પ્રામાણિકતા, નિયમબદ્ધતા, સુલેહ, શાંતિ, સદાચાર, સદ્ગુણો, પરોપકારી ભાવના, સારાં બંધારણો વગેરે પ્રચલિત છે, તે બધો પ્રતાપ એ તીર્થંકર પરમાત્માઓનો છે, તે સર્વેનો લાભ આજનો જનસમાજ અને પ્રાણી માત્ર લે છે, અને તેથી કરી સર્વના જીવનમાં અનાયાસે પણ જે સુવ્યવસ્થા અને સુઘટના રહ્યા કરે છે, તે સર્વ ઉપકાર એ પરમાત્માઓનો જ છે. માટે કોઇ પણ સમજી માનવ પોતાના જીવનની કોઇ પણ ક્ષણમાં એ પરમાત્માઓ પ્રત્યેની ભક્તિ કરવાની પોતાની ફરજ ચૂકે જ નહીં, ચૂકવી જોઇએ જ નહીં અને જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે ત્યારે તેમનો લોકોત્તર પરમ વિનય કરવા ચૂકવું નહીં જોઇએ. આ દુનિયાનો કોઈપણ કૃતજ્ઞ માનવ એ કર્તવ્ય ચૂકે પણ નહીં જ.
પરમાત્મા પ્રત્યે લોકોત્તર પરમ વિનય કરવાના અનેક પ્રકારો છે, પરંતુ તે સર્વમાં ચૈત્યવંદન ખાસ મુખ્ય હોવાથી તે વિષે વિચાર કરવાથી લગભગ સર્વ પ્રકારો જાણવાનો માર્ગ સરળ થાય છે.
વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજનો ચિઇવંદણ મહાભાસ નામનો મોટો ગ્રંથ વિદ્યમાન છતાં, તેને અનુસરીને બાળજીવો માટે આ ગ્રંથ સંક્ષેપમાં રચવામાં આવેલ છે.
જો કે ચૈત્ય મારફત તીર્થંકર પરમાત્માની જ ભક્તિ કરવાનો ઉદ્દેશ છે, પરંતુ બાળજીવોના મનમાં ચૈત્ય નામની ધર્મ સંસ્થા કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકો