________________
ચૈત્યવંદન ભાષ્ય
ત્રણેય પ્રકારના આગમો પ્રમાણ માનવાં, એ સાચા જૈનનું લક્ષણ છે. તેમાં શંકા-સંદેહ કરવો, એ મિથ્યાત્વ હોવાનું લક્ષણ છે. સમજવા માટે પ્રશ્ન કરવામાં દોષ નથી, પરંતુ પંચાંગીમાં કહેલી વાતો સાચી હશે ? કે ખોટી? એવો સંદેહ થવો એ સત્ય જ્ઞાનથી દૂર લઈ જનાર હોવાથી મિથ્યાત્વ છે.
આ ગ્રંથ, ઉપર જણાવેલા પાંચેય અંગો અનુસારે રચેલ છે, માટે પ્રમાણભૂત છે. “સૂયાણસારેણ” એ પદ મૂકીને આચાર્ય ભગવંતે આગમ-પરંપરા અને ગુરુપરંપરા અનુસાર આ ગ્રંથની રચના કરેલી હોવાનું ગર્ભિત રીતે સૂચન કરેલું છે.
બીજા મોટા ગ્રંથો વિદ્યમાન છતાં પોતાનું અને બીજા બાળજીવોનું કલ્યાણ થાય, માટે સંક્ષેપમાં આ ગ્રંથની રચના કરવી, એ પ્રોજન છે. મંગળાચરણ તથા વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી એ ચાર અનુબંધ. એમ પાંચ મુદ્દા આ પહેલી ગાથામાં બતાવ્યા છે, તથા સૂચવ્યા છે.
ચૈત્ય–શબ્દના ઘણા અર્થો છે. અહીં જિનમન્દિર અને જિનપ્રતિમા એ અર્થ સમજવાનો છે. વિત્યાયાં નવમ્, ચૈત્ય=એટલે નિર્વાણ પામેલા તીર્થકરોની ચિતાને સ્થાને કરવામાં આવેલા સ્તૂપ અને પગલાં કે પ્રતિમા રૂપે સ્મારકો અને તેના અનુકરણ રૂપ એવાં બીજાં પણ જે જે સ્મારકો હોય, તે પણ ચૈત્યમવ ચૈત્ય એ અર્થ પ્રમાણે ચૈત્ય કહેવાય છે. એટલે મંદિર અને પ્રતિમામાં ચૈત્ય શબ્દ સાર્થક છે. એ બન્નેય દ્વારા જો કે પરમોપકારી તીર્થંકર પરમાત્માઓ તરફ જ પરમ લોકોત્તર વિનય બતાવવાનો છે. તે બતાવવાના આચારનો વિધિ બતાવનારી અને તેમાં આવતાં મૂળ સૂત્રો વિષે ટૂંકામાં ભાવાર્થ રૂપે વિવેચન કરનારી હોવાથી આ ગાથાઓ ચૈત્યવંદન ભાષ્ય ગ્રન્થની કહેવામાં આવે છે.
વિવંગ ટુ શબ્દમાં આદિ શબ્દથી ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાષ્ય પણ સમજવાં.
તીર્થંકર પરમાત્માઓનાં ચરિત્રો વાંચતાં તેઓમાં પરમ ઉચ્ચ ચારિત્ર, તપ, વીર્ય અને અનંતજ્ઞાન હોવાનું આપણને સમજાય છે તથા પ્રાણીમાત્રના કલ્યાણ માટે તેઓએ પરમાર્થનો જે મહાન ઉપદેશ આપ્યો હતો, જેની જગત ઉપર આજે પણ અસર પડેલી જોવામાં આવે છે.
પોતે કૃત-કૃત્ય છતાં, ધર્મતીર્થરૂપ-જૈનશાસન સ્થાપીને જીવોના ચારિત્ર અને