________________
૬૮
ભાષ્યત્રયમ્ થવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા તથા તે અનુસાર ઉત્તમ આચાર પાળવાથી જૂના પાપકર્મોની નિર્જરા થવાથી અને એ રીતે નિર્જરાની પરંપરા મારફત ગ્રંથકારને અને ભણનારને મોક્ષ મળે, એમ બંનેયનું અંતિમ પરંપરા પ્રયોજન છે. એટલે ગ્રંથકાર પરંપરાએ મોક્ષ મેળવવા ગ્રંથ બનાવે છે, અને ભણનારનો ઉદ્દેશ પણ મોક્ષ મેળવવા ભણવાનો હોય છે અને તે માટે જ ભણવાનો ઉદેશ હોવો જોઇએ. સંબંધ સમજવા પંચાંગીનું સ્વરૂપ આપણે જાણવું જોઈએ.
પંચાંગીની સમજ :સૂત્ર-અહિત્-તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન વડે જાણેલા લોકાડલોકના ત્રણેય કાળના સર્વ-દ્રવ્યોઃ ક્ષેત્રોઃ કાળો અને ભાવોનો ઉપદેશ આપે છે. તે ઉપદેશરૂપે કહેલી હકીકતો ગણધર ભગવંતો સૂત્ર-રૂપે ગૂંથે છે. તે તથા ૧૦ માથી ૧૪ મા પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવતા શ્રુતજ્ઞાનીઓ તથા પ્રત્યેકબુદ્ધ મહાત્માઓ પ્રાણીઓના અનુગ્રહ માટે જે ગ્રંથરૂપે ગૂંથે છે, તે પણ સૂત્ર કહેવાય છે. અંગ ઉપાંગ, વગેરે પવિત્ર મૂળ આગમો છે.
નિર્યુક્તિ સૂત્ર સાથે ગર્ભિત રીતે સંબંધ ધરાવતા પદાર્થોનું નય, નિપા, અનુગમ વગેરે પૂર્વક નિરૂપણ કરી સૂત્રનું સ્વરૂપ સમજાવે, તે પ્રાકૃત ગાથા બદ્ધ, પ્રાય ચૌદપૂર્વધરકૃત નિયુક્તિ પ્રસિદ્ધ છે.
ભાષ્ય-સૂત્ર અને નિર્યુક્તિમાં જે ખાસ કહેવાનું હોય, તે સંક્ષેપમાં ચોક્કસ સ્વરૂપમાં સમજાવે, તે ભાષ્ય કહેવાય છે.
ચૂર્ણિ-ઉપરનાં ત્રણેય અંગોની દરેક વિગત સ્પષ્ટ કરીને સમજાવે, તે ચૂર્ણિ કહેવાય છે. અને તે લગભગ પ્રાકૃત ભાષામાં હોય છે. તેમાં સંસ્કૃત ભાષાનું પણ મિશ્રણ જોવામાં આવે છે.
વૃત્તિ-ઉપરનાં ચારેય અંગોને લક્ષ્યમાં રાખીને જરૂર પૂરતા વિસ્તારથી સંસ્કૃત ભાષામાં રચાયેલી જૈનાગમોની ટીકા, તે વૃત્તિ કહેવાય છે.
જૈન આગમોનાં આ પાંચ અંગ કહેવાય છે અને અત્યારે ઘણાં સૂત્રોનાં પાંચેય અંગો વિદ્યમાન છે.
તીર્થંકર પરમાત્માનો ઉપદેશ-આત્માગમ.
ગણધર ભગવંતોની સૂત્રરચના-અનન્તરાગમ અને ત્યાર પછીની તેને અનુસરતી સુવિહિત પુરુષોની બધી રચનાઓ પરંપરાગમ કહેવાય છે.