________________
૭૨
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ - દહતિગ=દશત્રિક. અહિગમાણગં=અભિગમપંચક-પાંચ અભિગમ. દુદિસિ=બે દિશાઓ. તિહુગ્રહ==ણ પ્રકારનો અવગ્રહ. તિહા–ત્રણ પ્રકારે. ઉ=અને. વિંદણયા=વંદનતા-વંદન. પશિવાય પ્રણિપાત. નમુક્કારા નમસ્કારો. વન્ના=વર્ણો, અક્ષરો. સોલસયસીયાલા સોળસો સુડતાલીશ-૨.
ઇંગસીઇસય=એકસો એકયાસી. પયા=પદો. સગનઉઈ=સત્તાણું.સંપયાસંપદાઓ. પણ=પાંચ. દંડા દંડકો. બારકબાર. અહિગારા=અધિકારો. ચવિંદણિજ્જ=ચાર વંદન કરવા યોગ્ય. સરણિજ=સ્મરણ કરવા યોગ્ય. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વર ભગવંતો-૩.
ચહેરોચાર. થઈ સ્તુતિઓ. નિમિત્ત=નિમિત્તો. અઠઆઠ. બાર=બાર. હઊ=હેતુઓ. સોલસોળ. આગારા આગારો. ગુણવીસ-ઓગણીસ. દોસ=દોષો. ઉસગ્નમાર્ણ=કાયોત્સર્ગનું પ્રમાણ. થરં સ્તવન. સગસાત. વેલા=વખત-૪.
દસ આસાયણચાઓ=દશ આશાતનાઓનો ત્યાગ. સર્વેસર્વે. ચિઈવંદભાઈ ચૈત્યવંદનાનાં. ઠાણાઈસ્થાનકો. ચઉવીસ-દુવારેહિં=ચોવીસ દારોને આશ્રયીને. દુસહસ્સા=બે હજાર. હુંતિ થાય છે. ચઉસયરા-ચુમોત્તર-૫.
ગાથાર્થ :દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહોઃ ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારોઃ સોળસો સુડતાલીસ અક્ષરોઃ ૨.
એકસો એકયાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ એક સ્મરણ કરવા યોગ્યઃ ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ૩.
ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોળ આગારોઃ ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્નનું પ્રમાણ સ્તવનઃ સાત વેળાઃ ૪. દશ આશાતનાઓનો ત્યાગઃ
(એ) ચોવીશ દ્વારોને આશ્રયીને ચૈત્યવંદનાનાં સર્વ સ્થાનો બે હજાર ચુમોતેર (૨૦૭૪) થાય છે. પ.
વિશેષાર્થ :- આ ચારેય ગાથાઓમાં ચૈત્યવંદન ભાષ્યમાં વર્ણવવાનાં મુખ્ય ૨૪ દ્વારો અને તેના ૨૦૭૪ પેટા ભેદો વર્ણવવાના છે. તે ટૂંકામાં સૂચવ્યા છે, ગાથાઓમાં ઉ-તુચ-વગેરે શબ્દો છે, તે ભેદોનો સંગ્રહ કરવા માટે છે. અને પાદપૂર્તિ માટે પણ ગણી શકાય છે. એ પ્રમાણે દરેક ઠેકાણે સમજી લેવું.