________________
પ્રસ્તાવના
શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વ પ્રસિદ્ધ છે, તે જ ત્રણ તત્ત્વને આદરપૂર્વક આરાધવાની વિધિરૂપ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં કહેલ ત્રણ ભાષ્ય રચ્યાં છે. તેમાં ચૈત્યવંદન ભાષ્ય દેવતત્વરૂપ છે, કારણ કે એમાં શ્રી અરિહંતદેવને વંદના કરવાનો વિધિ ચોવીસ દ્વારોથી દર્શાવેલો છે. ગુરુવંદન ભાષ્ય ગુરુતત્ત્વના સ્વરૂપવાળું છે, કારણ કે એમાં ગુરુને વંદના કરવાનો વિધિ દર્શાવ્યો છે અને પ્રત્યાખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વરૂપ છે, કારણ કે સાધુનો સર્વવિરતિધર્મ મૂળગુણથી અને ઉત્તરગુણથી એમ બે પ્રકારનો છે. તેમાં પાંચ મહાવ્રત તે મૂળ ગુણ ધર્મ અને પિંડેવિશુદ્ધિ આદિ (આહાર વિધિ વગેરેના) આચાર તે ઉત્તરગુણ ધર્મ. તેમજ શ્રાવકના દેશવિરતિ ધર્મમાં પણ પાંચ અણુવ્રત તે મૂળગુણ ધર્મ અને શેષ ૭ વ્રત તે ઉત્તરગુણ ધર્મ છે. ત્યાં આ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલ ૧૦ પ્રકારનાં કાળ-પ્રત્યાખ્યાનો તે સાધુનો અને શ્રાવકનો ઉત્તરગુણ ધર્મ છે. માટે પ્રત્યાખ્યાનભાષ્ય ધર્મતત્ત્વરૂપ છે.
આ ભાષ્યોમાં દેવવંદનવિધિ, ગુરુવંદનવિધિ અને પ્રત્યાખ્યાનવિધિ દર્શાવેલા હોવાથી આ ગ્રન્થ વિધિ-માર્ગનો અથવા ક્રિયા-માર્ગનો ગ્રન્થ ગણાય.
આ ગ્રંથમાં ચૈત્યવંદન સૂત્રો, દ્વાદશાવર્ત-વંદનસૂત્ર અને પ્રત્યાખ્યાનના આલાપકો કહ્યા નથી તે પ્રતિક્રમણ વગેરે ગ્રન્થોમાં છપાઈ ગયેલા હોવાથી પ્રસિદ્ધ છે. માટે તેમાંથી જાણી લેવા.
ચૈત્યવંદન-બાગમાં-નામજિન-સ્થાપનાજિન (એક ચૈત્યની પ્રતિમા) દ્રવ્ય જિન-ભાવજિન-ત્રણે લોકની સર્વ પ્રતિમા, વર્તમાનમાં વિચરતા જિનેશ્વરો-(પ્રસંગે) શ્રુતજ્ઞાન, સર્વસિદ્ધ-વર્તમાનશાસનના નાયક-ગિરનાર તીર્થ-અને અષ્ટાપદ વગેરે તીર્થ એ ૧૧ ને વંદના-નમસ્કાર અને તે ઉપરાંત શાસનરક્ષક સમ્ય-દષ્ટિ દેવદેવીનું સ્મરણ. એ ૧૨ વિષય મુખ્ય છે કે જેને ગ્રન્થકર્તાએ ૪૧ થી ૪૫ મી ગાથા સુધીમાં ૧૨ અધિકારરૂપે સ્પષ્ટ