________________
દર્શાવ્યા છે અને પ્રસંગથી બીજી અનેક વિધિઓ ૨૪ દ્વારના ૨૦૭૪ બોલથીપ્રતિભેદથી દર્શાવી છે. - ગુરુવંદન-પષ્યમાં આચાર્ય શ્રી આદિ પદવીધર મુનિમહારાજની ૧૨ આવર્તવાળા વંદનથી વંદના કરવાનો વિધિ મુખ્ય દર્શાવ્યો છે. અને પ્રસંગે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં પરસ્પર વંદનનો વિધિ, વંદનાનો સમય ઇત્યાદિ અનેક વિધિઓ ૨૨ દ્વારના ૪૯૨ પ્રતિભેદથી દર્શાવી છે.
પ્રત્યાયાન-મધ્યમાં-નમુક્કારસહિયે આદિ ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનનો મુખ્ય વિષય છે, અને તે પ્રસંગે ચાર પ્રકારનો આહાર, બાવીસ પ્રકારના આગાર-અપવાદ, ભક્ષ્ય-અભક્ષ્ય વિગઈઓ, ભક્ષ્ય વિગઈનાં નીવિયાતાં અને પ્રત્યાખ્યાનના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે આ ભાષ્યનો વિષય પ્રથમના બે કરતાં કઠિન છે.
આ ત્રણે ભાષ્યનો વિષય ગ્રન્થકર્તાએ શ્રી આવશ્યક સૂત્રની ચૂર્ણિ, નિયુક્તિ અને ભાષ્ય વગેરે સિદ્ધાન્તોમાંથી અતિ સંક્ષેપમાં ઉદ્ધર્યો છે. જેથી અભ્યાસીઓને અતિ સુગમતાવાળો છે.
વર્તમાન સમયમાં તો વિધિવાદના એ ત્રણે વિષયને અંગે પઠન-પાઠન કરવા યોગ્ય આ જ ગ્રન્થ ઉપલબ્ધ થાય છે, એ ત્રણે ભાષ્યની અવચૂરિ પંદરમા સૈકામાં થયેલા અતિપ્રસિદ્ધ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીએ રચી છે તથા ચૈત્યવંદન વિધિના સંબંધમાં તો આ ભાષ્યની પૂર્વે આચાર્ય શ્રી શાન્તિસૂરિજીએ ચૈત્યવંદન સૂત્રો સહિત ૯૧૦ ગાથાઓનો “યવંશ મહામાન” નામનો ગ્રન્થ રચેલો છે. તે ત્રણેય ભાષ્યની અવચૂરિ તથા ચેઇયવંદણ મહાભાસ એ બન્ને છપાઈને પ્રસિદ્ધ પણ થયા છે.
શ્રી જ્ઞાનવિમળસૂરીશ્વરજીએ આ ત્રણે ભાષ્યનો બાલાવબોધ (ભાષા અર્થ) લખેલો છે તથા ચૈત્યવંદન ભાષ્યની સંઘાચારવૃત્તિ આચાર્ય દેવેન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિજીએ રચી છે.