________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૬૯ ને પ્રત્યાખ્યાન ધર્મ આદરવાનો અને તે સંબંધી લૌકિક
કુપ્રવચનો ત્યાગ કરવાનો ઉપદેશ | વળી અહીં વિશેષ સમજવા યોગ્ય એ છે કે-પ્રભુએ પ્રરૂપેલો પ્રત્યાખ્યાન ધર્મ પાલન કરવો એ જ મનુષ્યભવ અને જૈન ધર્મ પામ્યાનું સર્વોત્કૃષ્ટ ફળ છે, તે પાલન કરવાથી જ આત્મધર્મ સંપૂર્ણ પ્રગટ થઈ પરમાનંદની (મોક્ષની) પ્રાપ્તિ થાય છે. છતાં તે પ્રભુ પ્રરૂપિત પ્રત્યાખ્યાન ધર્મને પાલન કરવા જેવી શક્તિ (વીર્યાન્તરાય કર્મની પ્રબળતા વડે) ન હોવાથી અથવા તેવો ભાવ પણ (અપ્રત્યાખ્યાનાદિ કષાય મોહનીય કર્મની પ્રબળતા વડે) ન થવાથી જો તે ગ્રહણ ન કરી શકીએ, તો પણ પ્રત્યાખ્યાન ધર્મ મોક્ષનું પરમ અંગ છે, અને કેવળ ભાવથી (અવ્યક્ત) અથવા તો દ્રવ્ય સહિત ભાવથી (વ્યક્ત) પણ પ્રત્યાખ્યાન ધર્મ જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આત્માની મુક્તિ પણ નહિ જ થાય એવી સમ્યફશ્રદ્ધા તો અવશ્ય રાખવી.
| | પ્રત્યાખ્યાન ધર્મ સંબંધી લૌકિક કુપ્રવચનો | વળી પ્રત્યાખ્યાન ધર્મની સન્મુખ થયેલા ધર્મી જીવોએ પ્રત્યા૦ ધર્મથી અને તેની ભાવનાથી પણ પતિત કરનારાં જે લૌકિક કુપ્રવચનો છે, તે જાણી-સમજીને તેનો ત્યાગ કરવો યોગ્ય છે, તે કુપ્રવચનો આ પ્રમાણે - ૧-મનની ધારણા માત્રથી ધારી લેવું તે પચ્ચખાણ જ છે, હાથ જોડીને ઉચ્ચારવાથી
શું વિશેષ છે ?-એ કુપ્રવચન. ૨-મરૂદેવા માતાઅ* ક્યાં પચ્ચકખાણ કર્યું હતું? છતાં ભાવના માત્રથી મોક્ષે ગયાં માટે ભાવના ઉત્તમ છે-એ કુપ્રવચન.
૧ આ કુપ્રવચનોમાં કેટલાંક વચનો શાસ્ત્રોક્ત પણ છે, પરંતુ શાસ્ત્રમાં તો તે વચનો જીવોને ધર્મ સન્મુખ કરવાની અપેક્ષાએ કહ્યાં છે, છતાં એ જ વચનો પ્રત્યા૦ ધર્મને હલકો પાડવા માટે બોલાતાં હોવાથી કુપ્રવચનો કહેવાય.
*મરૂદેવા માતા, ભરતચક્રી અને શ્રેણિકરાજા ઇત્યાદિ જીવો જો કે વ્યક્ત (લોકદષ્ટિમાં આવે એવો) પ્રત્યા૦ ધર્મ પામ્યા નથી, તો પણ શાસદૃષ્ટિએ તો વ્રતનિયમાદિ અવ્યક્ત પણ પ્રત્યાખ્યાન ધર્મથી જ મોક્ષ ઇત્યાદિ ભાવ પામ્યા છે, તો પણ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં પરાધીન બનેલા, અને તેથી જ વિષયો ત્યાજય છે એવી માન્યતારૂપ શ્રદ્ધામાર્ગમાં નહિ આવેલ જીવો જ એવાં પ્રવચનો પ્રગટ કરી પ્રત્યાખ્યાન ધર્મને હલકો પાડે છે, પોતાની વિષયાધીનતાનો બચાવ કરે છે અને ભક્ષ્યાભઢ્ય જેવા વિવેકમાં ન આવ્યા છતાં પણ આત્મધર્મીપણું દર્શાવવા પ્રયત્ન કરે છે.