________________
૨૬૮
ભાષ્યત્રયમ્
“વિષ આપજો” એમ લખી તે લેખ સાથે પોતાને ઘેર મોકલ્યો, પરંતુ થાક લાગવાથી તે જ નગરની બહાર દેવમંદિરમાં તે સૂતો છે; તેટલામાં ત્યાં આવેલી તે જ શેઠની વિષા નામની કન્યાએ તે દામન્નક પર મોહ પામવાથી પાસે રહેલા પત્રમાં “વિષ”ને બદલે “વિષા” સુધાર્યું, જેથી ઘેર જતાં તેને શેઠના કુટુંબીઓએ શેઠની વિષા કન્યા પરણાવી. શેઠે ઘેર આવતાં અનર્થ થયો જાણી પુનઃ મારી નખાવવાનો ઉપાય રચ્યો, પરંતુ વિધિના યોગે તેને બદલે શેઠનો પુત્ર જ હણાયો. એટલે સાધુનું વચન અસત્ય નહિ થાય એમ માની. શેઠે તેને ઘરનો માલિક કર્યો. અનુક્રમે રાજાએ પણ નગરશેઠની પદવી આપી. તે નગરમાં ગુરુ પધાર્યા જાણી વંદના કરવા ગયો. ત્યાં ધર્મદેશના સાંભળી પૂર્વભવનું માંસનું પચ્ચ૦ સ્મરણમાં આવ્યું, તેથી સમ્યક્ત્વ પામી ધર્મારાધન કરી દેવલોકમાં ગયો ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદ પામશે. ।। રૂતિ વામજ દ્રશન્તમ્ ॥
અવતરણ :- હવે આ પ્રત્યાખ્યાનભાષ્યની સમાપ્તિના પ્રસંગે પચ્ચક્ખાણ કરવાથી જે ઉત્તમોત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવે છે, અને તે સાથે આ ભાષ્ય સમાપ્ત થાય છે.
पच्चक्खाणमिणं से- विऊण भावेण जिणवसद्दिद्वं । पत्ता अनंत जीवा, सासयसुक्खं अणाबाहं ॥ ४८ ॥
શબ્દાર્થ :
ફળ=આ ૩૬=ઉદ્દિષ્ટ, કહેલ
પત્તા=પામ્યા
સામયસુÄ=શાશ્વત્ સુખને, મોક્ષને અળાવાનૢ=અનાબાધ, બાધા
(પીડા) રહિત
ગાથાર્થ :- શ્રી જિનેશ્વરે કહેલા આ પચ્ચક્ખાણને ભાવથી સેવીને અનંત જીવો બાધા (પીડા) રહિત એવા મોક્ષસુખને પામ્યા ॥૪૮॥
ભાવાર્થ :-પૂર્વે કહેલો પચ્ચક્ખાણનો સર્વ વિધિ અનંત જ્ઞાની શ્રી જિનેશ્વરોએ જ કહ્યો છે, અને તેનું સર્વોત્તમ ફળ જીવોને મોક્ષસુખ પ્રાપ્ત થવું તે જ છે. એ પચ્ચક્ખાણવિવિધ આચરીને ભૂતકાળમાં અનંત જીવો મોક્ષસુખ પામ્યા છે, વર્તમાનકાળમાં અનેક જીવો (મહાવિદેહ ક્ષેત્રમાં) મોક્ષ સુખ પામે છે, અને ભવિષ્યમાં પણ અનન્ત જીવો મોક્ષ સુખ પામશે.