________________
૨૭૦
ભાષ્યત્રયમ
૩-ભરત ચક્રવર્તી છ ખંડનું રાજય ભોગવતાં પણ વ્રત નિયમ વિના ભાવના
માત્રથી કેવલજ્ઞાન પામ્યા-એ કુપ્રવચન. ૪-શ્રેણિક રાજાએ નવકારસી જેવું પચ્ચખાણ ન કરવા છતાં પણ પ્રભુ ઉપરના
પ્રેમ માત્રથી તીર્થકર ગોત્ર બાંધ્યું, માટે પચ્ચ૦થી શું વિશેષ છે?-એ કુપ્રવચન. પ-દાન, શીલ, તપ અને ભાવના આ ચાર ધર્મમાં પણ ભાવ ધર્મપ્રધાન કહ્યો
છે, પરંતુ દાનાદિક નહિ-એ કુપ્રવચન. ૬-વ્રત-નિયમ પચ્ચકખાણ એ તો ક્રિયા ધર્મ છે, અને ક્રિયા તો જ્ઞાનની દાસી છે, માટે જ્ઞાનાદિકરૂપ ભાવના ઉત્તમ છે, પણ વ્રત-નિયમાદિ ક્રિયા ઉત્તમ નથી
એ કુપ્રવચન. ૭-વળી પચ્ચક્ખાણ લઈને પાળી ન શકાય તો વ્રતભંગ કરવાથી મહાદોષ પ્રાપ્ત
થાય છે, તે કરતાં ભાવના માત્રથી પચ્ચખાણ લીધા વિના જ વ્રત નિયમ પાળવા તે ઉત્તમ છે-એ કુપ્રવચન. ૮-પચ્ચકખાણ લઈને પણ મન કાબૂમાં રહેતું નથી, નિત્ય નિયમ પ્રમાણે મન તો
આહાર-વિહારમાં ભમતું જ રહે છે, ત્યારે પચ્ચખાણ લીધું કામનું શું?-એ કુપ્રવચન ૯-કોઈ જીવ અણભાવતી અથવા અલભ્ય (પ્રાયઃ ન મળી શકે એવી) વસ્તુનું પચ્ચખાણ કરે ત્યારે તેની હાંસી કરે કે-એમાં તે શું છોડયું? ના મળી નારી
ત્યારે બાવો બ્રહ્મચારી-એ કુપ્રવચન. ૧૦- લોક સમક્ષ ઊભા થઈ હાથ જોડી ઠાઠમાઠથી પ્રત્યાખ્યાન ઉચ્ચરવું એ તો
મેં પચ્ચખાણ કર્યું એવો લોકદેખાવ-આડંબર છે, માટે જેમ ગુપ્તદાન ઘણા ફળવાળું છે, તેમ મન માત્રની ધારણાથી ધારેલું અને પાળેલું પચ્ચ૦ ઘણા ફળવાળું છે-એ કુપ્રવચન.
ઇત્યાદિ બીજાં પણ અનેક કુપ્રવચનો છે, તો પણ એ ૧૦ મુખ્ય જાણી કહ્યાં છે. એ કુપ્રવચનો પ્રત્યાખ્યાન ધર્મનાં વિઘાતક અને ધર્મથી પતિત કરનારાં હોવાથી પ્રત્યાખ્યાન ધર્મમાં ઉજમાળ થયેલા જીવોએ આદરવાં નહિ, બોલવાં નહિ તેમ સાંભળવાં પણ નહિ. તિ પ્રત્યાધ્યાનધર્મે તૌકિકું પ્રવચન |