________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૫૧ દૂધ આદિ વિગઈ તે “વિકૃતિગત” ( નીવિયાતું) એમ કહેવાય છે, અને (તેન=) તે કારણથી તંદુલ આદિ વડે હણાયેલું તે દૂધ વગેરે દ્રવ્ય જ કહેવાય (પરંતુ વિગઈ નહિ, માટે જ નીવિના પચ્ચખાણવાળાઓને પણ કેટલાકને તે કોઈ રીતે પણ કલ્પ છે - ઇતિ પ્રવ૦ સારો૦ વૃત્તિ).
તથા પાકભોજનમાંથી (કઢાઈ વગેરેમાંથી) સુકુમારિકાદિ (=સુખડી વગેરે પફવાન્ન) ઉદ્ધર્યો છતે પાછળથી ઉદ્ભૂત (=વધેલું) જે ઘી વગેરે, તેને ચૂલા ઉપરથી ઉતાર્યો છતે અને ઠંડુ થયા બાદ જો તેમાં કણિક્કાદિ પ્રક્ષેપીએ-મેળવીએ, ત્યારે જ (તે કણિક્કાદિનું બનેલું દ્રવ્ય) નીવિયાતું થાય, વળી અન્ય આચાર્યો એને (એ કણિક્કાદિથી બનેલા દ્રવ્યને ૩ષ્ટ દ્રવ્ય કહે છે, XIII વળી આ ગાથા પાઠાન્તર પણ છે તે આ પ્રમાણે
दव्वहया विगइगयं, विगई पुण तीइ तं हयं दव्वं । उद्ध० उक्किट्ठ०
॥१॥ એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે-દ્રવ્યથી હણાયેલી વિગઈ નીવિયાતું થાય છે, ક્ષીરાત્રવત્ (ખીરવત), અને તે વિગઈ વડે તે દ્રવ્ય હણાયું છતું મોદકની પેઠે વિગઈ થાય છે. વળી ત્રણ ઘાણ ઉપર ઉધૃત (=વધેલા) એવા તે તપ્ત ઘીમાં જે પૂડલા વગેરે પકાવાય તે પૂડલા વગરે નીવિયાતું ગણાય, અને અન્ય આચાર્યો તો (એ નીવિયાતાને) ૩ષ્ટ દ્રવ્ય એવું બીજું નામ કહે છે. ll૩૭થા (એ અવચૂરિનો અક્ષરાર્થ કહ્યો).
માવતર :- પૂર્વે ત્રીસ નીવિયાતાં દ્રવ્ય કહ્યાં, ત્યારબાદ ૩૬મી ગાથામાં સંસૃષ્ટ દ્રવ્ય કહ્યાં, અને હવે આ ગાથામાં ત્રીજાં સરસોત્તમ દ્રવ્ય કહેવાય છે કે જે દ્રવ્યો નીલિમાં કારણે કલ્પનીય કહ્યાં છે. तिलसक्कुलि वरसोला-इ रायणंबाइ दक्खवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदव्व लेवकडा ॥३८॥
શબ્દાર્થ:- ગાથાર્થને અનુસાર સુગમ છે. થાઈ:- તિલસાંકળી, વરસોલાં વગેરે, રાયણ અને આમ્ર (કેરી) વગેરે દ્રાક્ષપાન (દ્રાક્ષનું પાણી) વગેરે, ડોળિયું અને (અવિગઈ) તેલ વગેરે, એ સરસોત્તમ દ્રવ્યો અને લેપકૃત દ્રવ્યો છે. ૩૮
માવાઈ:- તલ તથા ગોળનો પાયો કરી (પકાવીને) બનાવેલી હોય તે પાકી તિલસાંકળી (પરંતુ કાચી તિલસાંકળી કે જે કાચા ગોળ સાથે તલ ભેળવીને બનાવાય છે તે નહિ), તથા છેદ પાડી દોરો પરોવી હારડા રૂપે